કાલોલમા કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા મહાપુ‚ષોની પ્રતિમાઓને સ્વચ્છાંજલિ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગ‚પે આજે કાલોલ નગર ખાતે રાષ્ટ્રના મહાપુ‚ષોને આદરપૂર્વક સ્વચ્છાંજલિ આપવા માટે એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓની સાફ-સફાઈ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સ્વચ્છતાના આ સેવાયજ્ઞમાં કાલોલના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં મુખ્યત્વે : હસમુખભાઈ મકવાણા (પ્રમુખ, કાલોલ નગરપાલિકા),કલ્પેશભાઇ પારેખ (શહેર પ્રમુખ, કાલોલ ભાજપ),શોભાબેન (મહિલા પ્રમુખ, કાલોલ શહેર ભાજપ) આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના પદાધિકારીઓ અને વિવિધ સંગઠનોના અગ્રણીઓએ પણ ઉત્સાહભેર હાજર રહીને શ્રમદાન કર્યું હતું.અભિયાન દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકરોએ ‘સ્વચ્છતા, સેવા અને સમર્પણ’ના મંત્રને સાર્થક કરવાનો સંકલ્પ લીધો હતો.

“વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી અમે સેવાકાર્ય દ્વારા કરી રહ્યા છીએ. સ્વચ્છ અને સુંદર ભારતના નિર્માણ માટે આપણે સૌ કટિબદ્ધ છીએ અને આ સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે.

આ કાર્યક્રમ દ્વારા કાલોલ નગરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે-સાથે રાષ્ટ્રના મહાપુ‚ષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.