મહિસાગરના જીવાદોરી સમાન કડાણા જળાશય પર હાલ વર્તમાન ઉનાળામાં આકરી ગરમીએ સંકટના વાદળો ઉભા કર્યા હતા. સતત ૧૫ દિવસથી વધુ ૪૪ ડિગ્રીગના આકરા તાપમાનમાં કડાણા ડેમમાંથી દરરોજ ૨.૮૦ કરોડ લીટર પાણી હવામાં બાષ્પીભવન થઈ રહ્યુ હતુ. આ એક જ દિવસમાં બાષ્પીભવન થતાં પાણીથી દાહોદ, લુણાવાડા, ખાનપુર અને કડાણા તાલુકાની એક દિવસની તરસ છીપાવી શકે. એટલુ જ નહિ, ૩૫ વિઘા જમીનમાં સિંચાઈનો લાભ પણ આપી શકે અને જો તેની વીજળી ઉત્પન્ન કરીએ તો ૪૦૦ પરિવારને એક દિવસની વીજળી પુરી પાડી શકાય. રાજયના સોૈથી મોટા ત્રીજા નંબરના કડાણા જળાશયમાં ૫૮ ટકા ભરેલો છે. ડેમના પાણીથી ૭ મોટી જુથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા એક દાહોદ સહિત ત્રણ તાલુકાઓને પીવાના પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ ચિંતાજનક વાસ્તવિકતા એ છે કે, આ સાતેય યોજનાઓ દ્વારા જેટલુ પાણી લોકોને વિતરીત કરવામાં આવે છે તેનાથી અનેકગણું પાણી સુર્યની ગરમીને કારણે ડેમની સપાટી પર સુકાઈ રહ્યુ છે.તાપમાનનો પારો છેલ્લા કેટલાક દિવસથી ૪૦ થી ૪૪ ડિગ્રી સુધી રહ્યો છે. સુર્યના કિરણોથી ડેમની સપાટી ગરમ થતાં પાણી બાષ્પીભવન થતાં ડેમમાંથી માત્ર ૧ ખઈઋઝ (૨.૮૦ કરોડ લીટર)પાણી વરાળ બનીને ઉડે છે. તેઓ અર્થ એ છે કે, આપણે એક જ દિવસમાં પોણા ત્રણ લાખ લોકોને મળતુ પીવાનુ પાણી ગુમાવ્યુ છે. જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. એક દિવસમાં એક ખઈઋઝમુજબ ૧૫ દિવસમાં ૧૫ ખઈઋઝપાણી વાસ્તવમાં એક આખા તાલુકાને મહિના સુધી જીવતદાન આપી શકે તેટલુ છે. આ આંકડા દર્શાવે છે કે, ગરમી માત્ર પારો નથી વધારતી, પણ આપણા કુદરતી સંસાધનો અને આર્થિક સમૃદ્ધિને પણ વરાળ બનાવી રહી છે.