
ગોધરાના રહિશ મુકેશ દિપચંદ સાવલાણીએ તેમના મિત્ર કમલેશ બાબુલાલ વ્યાસને તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મદદના હેતુથી રૂ.૫૦,૦૦૦/-રોકડા એક મહિનાના વાયદે આપ્યા હતા. નકકી કરેલી મુદ્દતમાં રકમ પરત ન મળતા મુકેશભાઈની ઉઘરાણી બાદ કમલેશભાઈએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો તા.૧ જુન ૨૦૨૧ નો .૫૦,૦૦૦/-નો ચેક આપ્યો હતો.
આ ચેક બેંકમાં જમાં કરતા ખાતામાં અપુરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો. વકીલ મારફતે કાયદાકિય નોટિસ આપવા છતાં રકમ ન ચુકવતા મુકેશભાઈએ ગોધરા ચીફ જયુડિ.મેજી.ની કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ગોધરાના એડિ.જયુડિ.મેજી.ફર્સ્ટ કલાસની અદાલતમાં ચાલી જતાં ફરિયાદ પક્ષના વકીલ દિપક જી.હમલાણીની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી ૬ મહિનાની સજા અને મુકેશભાઈને વળતર પેટે .૫૦,૦૦૦/-ચુકવવાનો આદેશ કર્યો હતો.