છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા ગૌ-રક્ષા સ્ક્વોડની રચના કરાઇ

છોટાઉદેપુર જીલ્લામાં ગૌ-હત્યા અને ગૌ-તસ્કરીના બનાવોને અટકાવવા જીલ્લા પોલીસ દ્વારા ગૌ-રક્ષા સ્કવોડની રચના કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક કચેરી દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યા છે.

સ્કવોડમાં મુખ્યત્વે પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પી.એસ.આઈ. એમ.એચ. જાદવ, સહિત ૧૬ જેટલા કર્મચારીઓનો સમાવેશ કરાયો છે. આ ગૌ-રક્ષા સ્કવોડ સમગ્ર છોટાઉદેપુર જીલ્લામાં કાર્યરત રહેશે. ગૌ-હત્યા, ગૌ-માંસ અને ગૌ-તસ્કરી અંગે માહિતી મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે. ઉપરાંત સ્કવોડ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવશે અને જ‚ર પડ્યે સ્થાનિક પોલીસની મદદથી દરોડા તથા તપાસ હાથ ધરાશે. પોલીસ અધિક્ષક દ્વારા જણાવાયું છે કે, ગૌ-રક્ષા સંબંધિત કામગીરીમાં સારી કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.