બોડેલી નગરપાલિકામાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નવા પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની વરણી ક રાઈ

નવરચિત બોડેલી નગરપાલિકામાં આજે નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. બોડેલી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉમેશભાઈ રાઠવાને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પર ઉમેશભાઈ રાઠવાની પ્રમુખ તરીકે વરણી થઈ હતી. આ ઉપરાંત, પ્રજ્ઞાબેન વિજયભાઈ પટેલને ઉપપ્રમુખ, જીજ્ઞેશભાઈ ચોકસીને કારોબારી અધ્યક્ષ, પાર્થ રાજેન્દ્રભાઈ સોનીને દંડક અને મહેશભાઈ શનાભાઈ બારીયાને પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ નવા પ્રમુખ અને સમગ્ર નવી બોડીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ પણ બોડેલી નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ સભ્યોને શુભેચ્છાઓ આપી હતી.