ન્યાય અપાવવાના પવિત્ર વ્યવસાય સાથે જોડાયેલા કાનૂની જગતને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં એક એડવોકેટ રહીમ રજાક મુસલમાન ઉર્ફે શેખ વિરુદ્ધ તેની જ સાથી મહિલા વકીલ સાથે વિશ્વાસઘાત અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવા બદલ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, પીડિત મહિલા વકીલ અને આરોપી રહીમ શેખ બંને વર્ષ ૨૦૧૮થી એકબીજાના સંપર્કમાં હતા. કોર્ટમાં સાથે લીગલ પ્રેક્ટીસ કરતા હોવાના નાતે બંને વચ્ચે મિત્રતા વધી હતી. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતવા માટે પ્રેમનો નાટક કર્યો હતો. આરોપ છે કે રહીમે પોતાની ઓફિસમાં જ મહિલા વકીલની માંગમાં સિંદૂર ભરી અને મંગળસૂત્ર પહેરાવી તેને પત્ની તરીકે સ્વીકારવાનો મોટો ઢોંગ કર્યો હતો.
આરોપી રહીમ શેખે યુવતીને લગ્નનો પાકો ભરોસો આપીને લાંબા સમય સુધી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેનું શોષણ કરતો રહ્યો હતો. જોકે, જ્યારે પીડિતાએ સત્તાવાર રીતે લગ્ન કરવાનું દબાણ કર્યું, ત્યારે નરાધમે પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. આરોપી રહીમ મહિલા વકીલને તરછોડીને ગુપચુપ અન્ય સ્ત્રી સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયો હતો. પોતાની સાથે થયેલી આ ભયંકર છેતરપિંડીનો અહેસાસ થતાં પીડિતાએ ચોકબજાર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.
આ ચકચારી મામલે સુરત એસસી એસટી સેલના ડીવાયએસપી એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આરોપી રહીમ શેખે વર્ષો સુધી લગ્નની ખોટી લાલચ આપી સાથી મહિલા વકીલનું શારીરિક અને મા
નસિક શોષણ કર્યું છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કાયદેસરનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના પબ્લીકમાં આવતા જ સુરત બાર એસોસિએશન અને વકીલ મંડળોમાં ભારે ચર્ચા જાગી છે.