
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૩ મે, ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ગુજરાતના રાજ્યપાલે ગુજરાત લોકાયુક્ત અધિનિયમ, ૧૯૮૬ની કલમ ૩(૧) હેઠળ આ નિમણૂક મંજૂર કરી છે. ન્યાયમૂર્તિ (નિવૃત્ત) બીરેન એ. વૈષ્ણવ પાંચ વર્ષના કાર્યકાળ માટે લોકાયુક્ત તરીકે જવાબદારી સંભાળશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ યોજાઈ. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ, મુખ્યમંત્ર અને ઉપસ્થિત મહાનુભાવોએ નવનિયુક્ત લોકાયુક્તને અભિનંદન પાઠવ્યા હતા.