ગુજરાતના ખેડા જિલ્લામાં સગીરા પર ગેંગરેપની એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. એક માસૂમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેના વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ૯ વિધર્મી શખ્સોએ બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરતા ૯ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, આ ભયાનક ઘટનાની શરૂઆત વર્ષ ૨૦૨૩માં થઈ હતી. મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાના ફોટા અને વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પરવેઝની સાથે તેના અન્ય મિત્રો પણ આ પાપમાં જાડાયા હતા અને સગીરાને બદનામ કરવાની ધમકી આપી વારંવાર તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીઓનો ત્રાસ એટલો હદ વટાવી ગયો હતો કે તેઓ સગીરાને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ ડર અને માનસિક દબાણને કારણે પીડિતા ૨૦૨૩થી ૨૦૨૫ સુધી આ નરક જેવી સ્થિતિ સહન કરતી રહી. અંતે હિંમત ભેગી કરી પીડિતાએ પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ઘટનાની ગંભીરતાને જાતા ખેડા પોલીસે ત્વરિત એક્શન લીધા છે. પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ, માહિર, ફૈઝાન, તૌફીક, સાહીલ સહિત કુલ ૯ શખ્સો સામે ગેંગરેપ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. લેટેસ્ટ માહિતી મુજબ, પોલીસે ૮ આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે એક હજુ પણ ફરાર છે જેને પકડવા માટે ચક્રગતિમાન કર્યા છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. પીડિતાનું મેડિકલ પરીક્ષણ અને નિવેદન લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે ખેડા પંથકમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે અને સ્થાનિકો આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.