કાલોલ ધરફોડ ચોરી અને ગોધરા તાલુકાના રાયોટીંગ ગુનાના બે આરોપીને એસ.ઓ.જી.પોલીસે ઝડપ્યા

પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ બે અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

કાલોલ પોલીસ મથકની ધરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી મુસા કાસીમ મફત ઉર્ફે મુસો હીટલર (રહે. મેંદા પ્લોટ, ગોધરા) અંગે મળેલ બાતમીના આધારે તૃપ્તિ બાયપાસ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

જયારે ગોધરા તાલુકા પોલીસ મથકના રાયોટીગ ગુનામાં વોન્ટેડ આરોપી અમિત દિલીપભાઇ ચૌહાણ (રહે. વિંઝોલ, તા.ગોધરા)ને વિંઝોલ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીઓ કાલોલ અને ગોધરા પોલીસ મથકને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે.