
દિલ્હીની એક કોર્ટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર કેસમાં કાશ્મીરી અલગતાવાદી આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા ફટકારી છે.
તેના ચુકાદામાં, કોર્ટે આસિયા અંદ્રાબીને દોષિત ઠેરવી હતી. તેના પર ભારત વિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. આ કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલો હતો. કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી આ નિર્ણય લીધો.
આસિયા અંદ્રાબીને તેની ભૂમિકા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ નિર્ણયને અલગતાવાદી તત્વો સામે કડક કાર્યવાહી તરીકે જાવામાં આવી રહ્યો છે. આ નિર્ણય દેશની એકતા અને અખંડિતતા જાળવવાના પ્રયાસોનો એક ભાગ છે. આ સજા પછી, આસિયા અંદ્રાબીને બાકીનું જીવન જેલમાં વિતાવવું પડશે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે આસિયાએ નફરતભર્યા ભાષણો, કાવતરું અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા દેશ સામે યુદ્ધ છેડવાનો પ્રયાસ કર્યો હતો. તેણીએ અલગતાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપ્યું હતું અને પ્રતિબંધિત સંગઠનો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. દુખ્તરન-એ-મિલ્લત પણ યુએપીએ હેઠળ પ્રતિબંધિત છે.એનઆઇએ એ એપ્રિલ ૨૦૧૮ માં કેસ નોંધ્યો હતો.