જૂનાગઢ શહેરની એક પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરીક્ષાની તૈયારી દરમિયાન થયેલા તીવ્ર માનસિક તણાવને કારણે આત્મહત્યા કરી લીધી છે.આ દુઃખદ ઘટના રહેણાંક મકાનમાં બની હતી, જ્યાં વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલે કેશોદ પોલીસ સ્ટેશને આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીની જૂનાગઢની એક કોલેજમાં ડિપ્લોમા ઇજનેરી ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષા નજીક આવતાં તે અત્યંત તણાવમાં હતી. અભ્યાસનું દબાણ, પરિણામની ચિંતા અને અન્ય વ્કાયક્રતિગત ણોસર તેણે આ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ ઘટના જૂનાગઢ ખાતે આવેલા રહેણાંક મકાનમાં બની હતી. પરિવારજનો અને સાથી વિદ્યાર્થીઓએ જ્યારે તેને રૂમમાંથી બહાર ન આવતી જાઈ ત્યારે દરવાજા તોડીને અંદર પ્રવેશ્યા તો તેને ફાંસો ખાઈને લટકેલી હાલતમાં જાઈ હતી. તાત્કાલિક તબીબી મદદ માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.કેશોદ પોલીસ સ્ટેશને આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.