ધોધંબા તાલુકાના ગોંદલી ગામે કાછલી ફળીયામાં રહેતા ૧૨ વર્ષીય કિશોર તેના મિત્રોના સાથે ઝાડ પાસે રમવા ગયો હતો. તે વખતે કબુતર પકડવા જતાં ૧૨ વર્ષીય બાળક નજીકમાં આવેલ કુવામાં પડી જતાં પાણી પી જતાં મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે રાજગઢ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.
ધોધંબા તાલુકાના ગોંદલી ગામે રહેતો વિકાસ ઉ.વ.૧૨ તેના મિત્રો વસંત અને રણજીત સાથે તા.૧૯ માર્ચના રોજ રમવા આંબલી ઝાડ પાસે ગયો હતોઅ ને તે વખતે વિકાસ કબુતર પકડવા જતા આકસ્મિક રીતે નજીક આવેલ કુવામાં પડી ગયેલ હતો અને કુવામાં પાણી પી જવાથી ૧૨ વર્ષીય કિશોરનું મોત થયું હતું. ૧૨ વર્ષીય કિશોરના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ બાબતે રાજગઢ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.