હાલોલની મદાર ચોકડીથી થોડે દુર ટ્રેકટર નંબર જીજે.૦૬.કેએચ.૩૭૮૪ના ચાલકે પોતાનું ટ્રેકટર પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને ટ્રેકટરમાં બાજુમા ંબેઠેલ ૩૫ વર્ષીય યુવાનને નીચે પાડી દઈ ટ્રેકટરની ટ્રોલીનું વ્હીલ ચડાવી દઈ માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોધાવા પામી છે.
હાલોલની મદાર ચોકડીથી થોડે દુર ટ્રેકટર નંબર જીજે.૦૬.કેએચ.૩૭૮૪નો ચાલક હિતેશભાઇ અર્જુનભાઇ નાયક (રહે. ભગવાનપુરા, નવીનગરી,હાલોલ) પોતાનું ટ્રેકટર પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને ટ્રેકટરમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલ ગોપાલભાઇ અર્જુનભાઇ નાયક ઉ.વ.૩૫ને ટ્રેકટર માંથી નીચે પાડી દેતા યુવાન ઉપર ટ્રેકટર ટ્રોલીનું વ્હીલ માથાના ભાગે ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ધટના સ્થળે મોત મોત નિપજાવા પામ્યું હતું. આબાબતે હાલોલ રલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.