ગોધરા તાલુકાના રામપુરા ગામના ફરિયાદીને ખનિજ વિભાગને બાતમી આપી વાહનો પકડાવ્યાના વ્હેમથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

ગોધરા તાલુકાના રામપુરા ગામે બોથડ ફળીયામાં રહેતા ફરિયાદીને આરોપી ઈસમોએ ફોન કરી જણાવેલ હતું કે, તે ખાણ ખનિજ વિભાગને બાતમી આપીને હિટાચી મશીન અને ત્રણ ડમ્પર પકડાવી દીધેલ છે. આમ, બાતમી આપ્યાનો વ્હેમ રાખી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા તાલુકાના રામપુરા ગામે બોથડ ફળીયામાં રહેતા સામનભાઇ ઉર્ફે ભરત નવધણભાઇ ભરવાડને તા.૧૮ માર્ચ અને ૧૯ માર્ચના રોજ આરોપીઓ મુકેશભાઇ કરણભાઇ ભરવાડ (રહે. ડાકોર, તા.ઠાસરા) અને લાખાભાઇ ભરવાડ (રહે. માલવણ, તા. ઠાસરા) એ ફોન કર્યો હતો અને તે ખાણ ખનિજ વિભાગને બાતમી આપીને અમારું હિટાચી મશની અને ત્રણ ડમ્૫ર હાઈવા પકડાવી દીધેલ છે અને ફરિયાદી ઉપર બાતમી આપ્યાનો વ્હેમ રાખી ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.