દારૂની ગાડીઓ પકડવા માટે કતવારા પોલીસ અને એલસીબી પોલીસ વચ્ચે હોડ લાગી

રાજસ્થાનથી દારૂ ભરી અમદાવાદ પહોંચાડવા જઈ રહી ટ્રક ખંગેલા ચેકપોસ્ટ પર પકડાઈ.

રૂપિયા 42.99 લાખનો દારૂ, ત્રણ મોબાઈલ તથા ટ્રક મળી રૂપિયા 61,14720/-ના મુદ્દામાલ સાથે ડ્રાઇવર-ક્લીનર પકડાયા.

દાહોદ એલસીબી પોલીસ ગતરાતે ખંગેલા ચેકપોસ્ટ પર વોચ દરમિયાન રાજસ્થાનથી દારૂ ભરી અમદાવાદ પહોંચાડવા જઈ રહેલી હરિયાણા પાસિંગની ટ્રક પકડી પાડી ટ્રકમાંથી રૂપિયા 42.99 લાખ ઉપરાંતની કિંમતનો અલગઅલગ બ્રાન્ડના વિદેશી દારૂની પેટીઓ નંગ-465 પકડી કરી ગાડીના ડ્રાઇવર ક્લીનર ની અટકાયત કરી તેઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન પકડી પડી 18 લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા 61,14,720/-નો મુદ્દા માલ કબજે લઈ કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

પડોશી રાજ્યો મધ્ય પ્રદેશ તથા રાજસ્થામાંથી વાયા દાહોદ થઈ ગુજરાત માં ગેરકાયદેસર રીતે અવનવી તરકીબો અજમાવી વાહનો મારફતે ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ પકડી પાડવા માટે હાલ કતવારા પોલીસ તેમજ એલસીબી પોલીસ વચ્ચે હોડ લાગી હોય તે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. તેવા સમયે રાજસ્થાનના હનુમાનગઢ જીલ્લાના નેત્રાણા ગામના દિલીપકુમાર રણજીતસિંગ દાણક નામનો ડ્રાઇવર તથા વિનોદકુમાર ઓમપ્રકાશ નાયક નામનો ક્લીનર રાજસ્થાનના બહાદુરગઢ ખાતે આવેલ ચ્હાની દુકાન પર મુકેલ વિદેશી દારૂ ભરેલ એચઆર.57.એ.4053 નંબરની હરિયાણા પાસીંગની ટ્રક લઈ દાહોદ વાળા રસ્તે અમદાવાદ જઈ રહેલ હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસે ગઈકાલે મોડી રાતે ખંગેલા ચેકપોસ્ટ પર જરૂરી વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી રહી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ હરિયાણા પાસિંગની ટ્રક નજીક આવતા જ પોલીસે હાથનો ઈશારો કરી ટ્રક ઉભી રખાવી ટ્રકની તલાસી લઈ ટ્રક માંથી રૂપિયા 42,99,720/- ની કુલ કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-10,260 ભરેલ પેટીઓ નંગ-495 પકડી પાડી ડ્રાઈવર તથા ક્લીનરની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા 15,000/-ની કુલ કિંમતના ત્રણ મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 18 લાખની કિંમતની હરિયાણા પાસિંગની ટ્રક મળી રૂપિયા 61, 14,720/- નો મુદ્દામાલ કબજે લઈ કતવારા પોલીસ સ્ટેશનમાં સુપરત કરી ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે આ મામલે પકડાયેલા ડ્રાઈવર, ક્લીનર, તથા ટ્રકમાં દારૂ ભરી આપનાર તેમજ સદર દારૂ મંગાવનાર અમદાવાદના બુટલેગર સહિત કુલ ચાર જણા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.