મહીસાગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ ૦૯/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે લુણાવાડા,મોટા સોનેલા,ડો બાબા આંબેડકર ભવન ખાતે મહિલા તથા પુષ ઉમેદવાર માટે જીલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ છે.
જેમાં ઉમેદવારોને રોજગારલક્ષી-સ્વરોજગારલક્ષી સેવાઓ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રમાં નોકરીદાતાઓ દ્વારા રોજગારીની તક પૂરી પાડવામાં આવશે ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨પાસ ડિપ્લોમા, આઈ.ટી.આઈ તથા ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષનિ વય મર્યાદા ધરાવતા અનુભવી બિન અનુભવી ઉમેદવારો ને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તક આપવામાં આવશે,
આ ભરતીમેળામાં નોકરીદાતાઓ દ્વારા ટેકનિકલ તથા નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા કરવામાં આવશે. વધુ માહિતી જીલ્લા રોજગાર વિનિમય કચેરી, લુણાવાડા-મહીસાગર, કલેકટર કચેરી કમ્પાઉન્ડ,મ નંબર ૨૨૨,૨૨૩ લુણાવાડા, મહીસાગર ખાતે બ સંપર્ક કરવો અથવા કચેરી નાં હેલ્પલાઇન નંબર -(૦૨૬૭૪)૨૫૦૩૦૬ પર સંપર્ક કરવો.