શ્રીમતી સી.આર.ગાર્ડી આર્ટસ કોલેજ મુનપુર કોલેજ ખાતે ગુજરાત શિક્ષણ વિભાગ ઊંઈૠ અનુદાનિત રાષ્ટ્રીય સેમીનાર યોજાયો. આ સેમિનારનો વિષય હતોઙ ભારતીય ભાષાઓમાં “એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના.
કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન શ્રી ગોવિંદ ગુ યુનિવર્સિટી વિંઝોલ- ગોધરાના કુલપતિ હરિભાઈ કાતરીયા, સેમિનારના મુખ્ય વક્તા પદ્મશ્રી ડો. પ્રવીણ દરજી અને સેમિનારના અન્ય વક્તાઓમાં ડો.વિનોદ ગાંધી, ડો.દિનેશભાઈ માછી અને ડો.શૈલેષ રાઉલજી હતા.
વેદ ઉપનિષદ, રામાયણ, મહાભારત, પુરાણથી લઈને આધુનિક સાહિત્યમાં ભારતની શ્રેષ્ઠતા જ્યાં જ્યાં રહેલી છે, તે વિવિધ વક્તાઓએ પોતાના વક્તવ્યમાં સુંદર રીતે અભિવ્યક્ત કરી હતી.
૧૩૫ જેટલા સહભાગીઓ કાયેક્રમમા+ં જોડાયા હતા. આ પ્રસંગે કોલેજ દ્વારા સંપાદિત મહીસાગર જીલ્લાના આદિવાસી સમાજના લગ્ન ગીતો પુસ્તકનું કુલપતિશ્રી અને પદ્મશ્રી ડો.પ્રવિણ દરજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૩૯ માં આંતર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં શ્રી ગોવિંદ ગુ યુનિવર્સિટીએ કોલાઝ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો તે મુનપુર કોલેજના વિદ્યાર્થી ખાંટ વિક્રમભાઈને કુલપતિશ્રી દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો.સુશીલા વ્યાસ અને આભાર વિધિ સેમિનારના સંયોજક શ્રી ડો. પરેશ પારેખે કરી હતી.