ઝાલોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ યોજના હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને મંજૂરી આપવામાં આવેલ છે, તે અંતર્ગત કુલ ૭ વોર્ડમાં નવા સીસી રોડના બાંધકામ સહિતના કામો હાથ ધરવામાં આવેલ છે. આ તમામ વિકાસકાર્યો માટે અંદાજીત ા.૭,૯૮,૭૦,૬૨૭ જેટલી રકમ નગરપાલિકાને ફાળવાયેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
વોર્ડવાર વિકાસની ઝલક
વોર્ડ નં. ૧
ફતેપુરા મુખ્ય માર્ગ, ગરીબ નવાજ સોસાયટી, કાકારા ડુંગરા, શૈલોત ફળિયા, રામદેવરા મંદિર સહિત વિવિધ વિસ્તારોમાં નવા સીસી રોડના કામો હાથ ધરાશે. આ વોર્ડમાં અંદાજીત રૂ. ૯૮,૮૩,૧૭૯ના ખર્ચે કામો અમલમાં મુકવામાં આવશે.
વોર્ડ નં. ૨
સહલ નગર સોસાયટી, સ્વર્ણિમ સર્કલ, ઠૂઠી કંકાસીયા સર્કલ, તાલુકા કુમાર શાળા માર્ગ સહિતના વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનશે. આ વોર્ડમાં કુલ રૂ.૧,૯૨,૪૦,૦૫૬ના વિકાસકાર્યો યોજાયા છે.
વોર્ડ નં. ૩
અગ્રવાલ સોસાયટી, દીપનગર સોસાયટી, ભાગીરથ સોસાયટી, માતિ નંદન સોસાયટી, હનુમાન નગર, ગોકુલધામ સોસાયટી, શાંતિ પાર્ક સોસાયટી, નારાયણ નગર સોસાયટી, પુષ્પ કુંજ સોસાયટી ,હરિ નગર સોસાયટી, વાલ્મીકિ સોસાયટી, શ્યામ વિહાર સોસાયટી, પંચશીલ સોસાયટી ભાગ-૧ અને ૨, ટ્રાયબલ સોસાયટી ભાગ-૧ અને ૨ તેમજ ગુરૂકૃપા સોસાયટી વિસ્તારમાં આશરેરૂ.૨,૬૩,૧૨૯૪૩ ના ખર્ચે સીસી રોડના કામો હાથ ધરાશે.
વોર્ડ નં. ૪
દામોદર સોસાયટી, લક્ષ્મી માતા મંદિર નજીક તથા સાંઈ સર્જન સોસાયટીમાં મળીને રૂ૪૨,૧૮,૪૦૫ના કામો મંજૂર કરાયા છે.
વોર્ડ નં. ૫
ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ભાગ-૧-૨ , દાહોદ મેન રોડ પર અશ્ર્વિનભાઈ પંચાલના ઘરેથી, ગોકુલધામ,આદર્શ સોસાયટી, સુચીત કર્મચારી, સીયોન સોસાયટી, રોજસપુર થી એડનવાડી સહિતના વિસ્તારોમાં માર્ગ સુવિધા સુધારાશે. અહીં અંદાજીત રૂ.૧,૦૯,૫૨,૫૭૬ના વિકાસકાર્યો અમલમાં મુકવામાં આવશે.
વોર્ડ નં. ૬:
ભાવપુરા ઉપલુ ફળિયું વિસ્તારમાં આશરે રૂ.૨૧,૨૮,૮૩૩ના ખર્ચે નવા સીસી રોડનું બાંધકામ હાથ ધરાશે.
વોર્ડ નં. ૭
વસૈયા ફળિયા, બોરવા તળાવ,સી.સી રોડ કલસીંગભાઈના ઘર થી સુરેશભાઈ ઘર સુધી, સી.સી રોડ બિયામાળી જેતપુર રોડ થી વિપુલભાઈ ડામોરના ઘર સુધી, સી.સી રોડ બીયામાળી ડામોર ફળિયું, કદવાળ મુખ્ય માર્ગ થી અંબાલાલ સ્કૂલ,સી.સી રોડ ડુંગરી ફળિયા સહિતના વિસ્તારોમાં કુલ ૭૧,૩૪,૬૩૫ના માર્ગ વિકાસના કામો યોજાયા છે.
નાગરિકોને મળશે રાહત…
આ વિકાસકાર્યો પૂર્ણ થતા નગરના આંતરિક માર્ગો મજબૂત અને સુગમ બનશે. વરસાદી ઋતુમાં કાદવ અને ખાડાની સમસ્યામાંથી નાગરિકોને મોટી રાહત મળશે. ખાસ કરીને સોસાયટી અને ફળિયા વિસ્તારોમાં વાહનવ્યવહાર સરળ બનશે.
મળેલ સૂત્રો અનુસાર અમુક કામો તબક્કાવાર શરૂ થઈ ગયેલ છે અને અમુક કામો પૂર્ણ પણ થયેલ છે, બાકી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા આયોજન કરવામાં આવ્યું છે. નગરમાં મોટા પાયે માર્ગ વિકાસની કામગીરી હાથ ધરાતા નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
નગરના કાઉન્સિલરોના સેવા કાર્યનું એક વર્ષ પૂર્ણ થયેલ છે. જેમાં આટલા કામોની સ્વર્ણિમ યોજના હેઠળના કામોની આ એક ઝલક છે. આગામી દિવસોમાં ઝાલોદ નગરને લગતા કાર્યોને વધુ ઝડપી વિકાસ થશે તેવું પણ સેવાભાવી કાઉન્સિલરો દ્વારા જાણવા મળેલ છે.