
છેલ્લા કેટલાય વર્ષથી મ્યુનિ.નાં સફાઇ કામદારો ગટર સફાઇ કરવા ગટરમાં ઉતરતા નથી અને ઉતારાતા પણ નથી તેમ છતાં ગટર સફાઇ કરતાં કામદારોની સુરક્ષા માટે સેટી કિટ ખરીદૃવા ૧.૩૯ કરોડનો ધુમાડો કરવામાં આવનાર છે.
મ્યુનિ. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શહેરમાં વર્ષો અગાઉ સફાઇ કામદારો ગટરમાં ઉતરીને સફાઇ કરતાં હતા, પરંતુ તેમાં સાવચેતીનાં પગલાનાં અભાવે અનેકવાર સફાઇ કામદૃારો ગટરમાં ઝેરી ગેસથી ગુંગળાઇને મૃત્યુ પામ્યાનાં દૃાખલા બન્યાં છે. બીજી બાજુ સુપ્રિમ કોર્ટે પણ આ મામલાઓને ગંભીરતાથી લઇને સફાઇ કામદારોને સંપૂર્ણ સુરક્ષા વગર ગટર લાઇનમાં ઉતારવા નહિ તેવી ગાઇડલાઇન જારી કરી છે. તેને ઢાલ બનાવીને તો મ્યુનિ. સત્તાધીશોએ ગટર સફાઇનાં મશીનો ખરીદૃવા અને કોન્ટ્રક્ટ આપવામાં માનીતાઓને ખટાવવાનુ શ કરી દૃીધુ છે.
છેલ્લા કેટલાય વર્ષોથી મ્યુનિ.નાં દરેક વોર્ડમાં કોઇ ઇજનેર અધિકારી પોતાની જવાબદૃારીથી સફાઇ કામદૃારોને ગટરમાં ઉતારતા જ નથી, તેમ છતાં સફાઇ કામદારોની સેટીનાં નામે કિટ ખરીદૃવાનુ ગતકડુ મંજૂર કરી સેટી કિટ બનાવતી કંપનીને ખટાવવાનો કારસો ઘડાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાની મોટી ગટર લાઇનોનુ ડીશિલ્ટિંગ કરવામાં આવે છે અને તેના માટે જુદૃા જુદૃા પ્રકારની ડીશિલ્ટિંગ મશીનરી ખરીદૃવામાં આવી છે. પરંતુ શહેરના કેટલાંક વિસ્તારો ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલ પોળો, ચાલીઓ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડીશિલ્ટિંગ મશીનરી દ્વારા પણ ગટરની સફાઈ કામગીરી શક્ય ન હોય તેમજ મશીનહોલ મરામતની કામગીરી તેમાં ઉતરીને જ કરવી શક્ય હોય તે માટે . ૧ કરોડ, ૩૯ લાખથી વધુ ખર્ચે સેટી ગીયર સાધનો ખરીદૃવામાં આવશે.
ઈમરજન્સી રીસ્પોન્સ સેનિટેશન યુનિટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સેટી ગીયરના સાધનોનો એક સેટ વોર્ડ દૃીઠ એક સેટ આપવામાં આવશે. આ પ્રકારની સેટી કિટ ખરીદૃવા માટે ટેન્ડર મંગાવાતાં ત્રણ વેપારીઓએ ટેન્ડર ભર્યા હતા અને તે પૈકી સૌથી લોએસ્ટ ટેન્ડરર શ્રી વેંકટેશ સેટી મેન્યુફેક્ચરર નામની કંપની. ટેકનીકલી ક્વોલીફાય થયેલ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં સેટી ગીયર સાધનો ખરીદૃવાની દૃરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.