છોટાઉદેપુરમાં mgvclનું વીજ ચેકિંગ:46 ટીમોએ 74 જગ્યાએ તપાસ કરી ચોરી પકડી, 35.06 લાખનો દંડ ફટકારાયો

છોટા ઉદેપુરમાં વીજ કંપની દ્વારા વહેલી સવારથી હાથ ધરાયેલા સઘન ચેકિંગ દરમિયાન 74 સ્થળોએ વીજ ચોરી ઝડપાઈ હતી. આ કાર્યવાહીમાં કુલ રૂ. 35.06 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વીજ કંપનીની વિજીલન્સ ટીમે નગરમાં 46 અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગમાં 171 કર્મચારીઓ અને પોલીસ ટીમ પણ જોડાઈ હતી. કુલ 1483 વીજ ગ્રાહકોના કનેક્શનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 74 જગ્યાએ વીજ ચોરી પકડાઈ હતી, જેના પરિણામે રૂ. 35.06 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. વીજ ચોરી રોકવા માટે વીજ કંપની દ્વારા સમયાંતરે આવી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવે છે.