દે.બારીઆ તાલુકા પ્રાથમિક શિક્ષણ સુધારની પહેલ : HTAT મુખ્ય શિક્ષક સંઘની માન્યતા મળતા ટી.પી.ઓ.સાથે મુલાકાત કરી પડતર પ્રશ્ર્નોની રજુઆત કરાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2012થી ભરતી કરવામાં આવેલ HTAT મુખ્ય શિક્ષકો દ્વારા છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં આવી રહી છે. માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક આચાર્ય સંઘની જેમ હવે પ્રાથમિક શાળાઓમાં પણ મુખ્ય શિક્ષક HTAT સંઘની રચના કરીને તેને દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ કેડરના હિતોનુ રક્ષણ કરવા અને વહીવટી મુશ્કેલીઓના નિરાકરણ માટે સંગઠનની રચનાને શિક્ષણ જગત માટે એક આવકારદાયક અને દુરંદેશીભર્યુ પગલુ ગણવામાં આવી રહ્યુ છે.

આ સંદર્ભે દે.બારીઆ મુખ્ય શિક્ષક ઇંઝઅઝના હોદ્દેદારો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કે.એલ.ભરવાડ સાથે પોતાના પડતર પ્રશ્ર્નોને લઈને ખાસ મુલાકાત લેવામાં આવી હતી. મુખ્ય શિક્ષક સંઘના હોદ્દેદારોએ નવ મંજુર થયેલા સંઘની સત્તાવાર કોપી તાલુકા શિક્ષણાધિકારી ભરવાને આપી હતી. દે.બારીઆ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એલ.ભરવાડે આ તબકકે HTATમુખ્ય શિક્ષકોને આ નવા સંગઠન માટે હૃદયપુર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ભવિષ્યમાં આ કેડરના હિતોને જાળવવા,તેમની વહીવટી મુશ્કેલીઓ દુર કરવા અને શૈક્ષણિક પ્રગતિ માટે સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન HTAT મુખ્ય શિક્ષક સંઘ દ્વારા લેટરપેડ પર લાંબા ગાળાના પડતર પ્રશ્ર્નોને નિવારણ માટે લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી. આ પ્રશ્ર્નોમાં ખાસ કરીને શાળા સ્વચ્છતાં ગ્રાન્ટ, મુખ્ય શિક્ષકોના અજમાયશી સમયગાળા પુર્ણ કરવાના ઓર્ડર, સેવા સળંગ કરવાના ઓર્ડર અને 9 માસની બાકી ક્ધટીજન્સીની ગ્રાન્ટ તાત્કાલિક જમાં કરાવવા જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ થતો હતો.