બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામના મુખ્ય માર્ગ ઉ5ર બેરોકટોક ઢોળવામાં આવતા સ્વચ્છ અને ગટરના પાણીના કારણે આખો દિવસ કાદવ-કિચડનુ સામ્રાજય છવાયેલુ રહે છે. ગંદકી વધી જતાં સ્થાન્કિ લોકોના આરોગ્ય પર જોખમ ઉભું થયુ છે.
સાકરીયા ગામના નાગરિકોના જણાવ્યા અનુસાર અમુક બેદરકાર લોકો દ્વારા પીવાના શુદ્ધ પાણીનો બગાડ કરાઈ રહ્યો છે. રસ્તા ઉપર પાણી ઢોળવામાં આવે છે. આ ઉપરાંત ધણી ગટરના ગંદા પાણી પણ રસ્તા પર છોડવામાં આવે છે. જેના લીધે રસ્તા ઉપર એટલો બધો કાદવ-કિચડ થાય છે કે, ચાલીને પસાર થવુ પણ મુશ્કેલી બને છે. બસ સ્ટેન્ડ રોડથી ડેરી સુધીના માર્ગ પરનો આ પ્રશ્ર્ન રોજીંદો બની ગયો છે. પાણીનો બગાડ કરતા ગટરના દુષિત પાણી રસ્તા પર છોડા લોકો સામે પગલાં લેવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. પરંતુ પંચાયત દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.