
જીલ્લા પોલીસ અધીક્ષક હરીશ દુધાત દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનુ વાર્ષીક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આર.ડી. ભરવાડ તેમજ પીએસઆઇ એલ.એ.પરમાર અને પીએસઆઇ બી. બી.કાતરિયા દ્વારા પોલીસ અધિક્ષકનું સ્વાગત કરાયું હતું. પોલીસ સ્ટેશનના રેકર્ડની ચકાસણી કરાઈ હતી. સાજે કાલોલ તાલુકાના રાબોડ ગામે લોકદરબાર યોજાયો હતો. જેમા જીલ્લા પોલીસ અધિક્ષક હરીશ દુધાત અને નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વી.જે. રાઠોડ તેમજ કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી.ભરવાડ તેમજ રાબોડ ગામના તથા આસપાસના ગામોના આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા અને ત્યારબાદ લોકોના પ્રશ્ર્નો અંગે જાણકારી મેળવી હતી. સાયબર ક્રાઇમ તેમજ ટ્રાફિકને લઈને માહિતી આપવામાં આવી હતી. સરપંચ તેમજ આગેવાન લોકોએ પોલીસના સંપર્કમાં રહેવુ જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી.