ધુંડી તા ઠાસરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નિયમો વિરૂદ્ધ લગ્ન રજીસ્ટર કરવામાં આવે છે, જેની પણ તપાસ થાય તો ઘણું બધું બહાર આવે તેમ છે.
પંચમહાલ જીલ્લા બાદ ધુંડી તા ઠાસરા ગ્રામ પંચાયતના તલાટી દ્વારા નિયમો વિરૂદ્ધ લગ્ન રજીસ્ટર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું જેથી યોગ્ય તપાસ થશે ખરી?
ગુજરાત રાજ્યમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી અને મળતીયાઓ દ્વારા પ્રેમી પંખીડા ભાગેડું ના લગ્ન રજીસ્ટર કરાવવાનું આખુ રેકેટ ચાલતુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે કાલોલના રાણાવાસ ખાતે રહેતા અંજલી સુરેશભાઈ રાણા દ્વારા જીલ્લા પોલીસ અધિક્ષક સહિત જીલ્લા કલેકટર અને ગૃહમંત્રી સહિત કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી પોતાને અંધારામાં રાખીને આરોપી હાર્દિક અશોકભાઇ રાણા અને તેના બે મિત્રો ઘનશ્યામભાઈ પ્રદીપભાઈ કાછીયા અને ઉતમ ભોગીલાલ કુશવાહ તથા ગોર મહારાજ નરેશ રતીલાલ પુરોહિત રે.દેવા તટપદ, તા.સોજીત્રા, જી. આણંદ તથા ઘુંડી તા.ઠાસરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા ગોધરાના એડવોકેટ નોટરી એમ કુલ છ ઇસમો સામે કાવતરૂ કરી કોઈ પણ જાતનુ લગ્ન ન થયા છતા પણ જબરજસ્તીથી થાર ગાડીમાં બેસાડી કેફી પદાર્થ પીવડાવી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી સહીઓ કરાવી તા 11/03/2024 ના રોજ ધુંડી તા. ઠાસરા ખાતે લગ્નનુ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અરજદાર યુવતીએ પોતાની મિત્રતાનો લાભ લઈને હાર્દિક આશોભાઈ રાણાએ આડુ અવળું સમજાવી કેટલાક દસ્તાવેજો મેળવી લઈને આ દસ્તાવેજોનો ઉપયોગ હિન્દુ વિધિથી લગ્ન કરેલા છે, તેવુ બતાવવા માટે નોટરી સાથે સાંઠગાંઠ કરી વિગતો ખાલી રાખીને કોરા સોગંદનામા ઉપર સહી કરાવી આરોપી ગોર મહારાજની સહી કરાવી પોતાનું લગ્ન થયેલું છે, તેવું પુરવાર કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અરજીમાં કરેલ આક્ષેપ અનુસાર તમામ આરોપીઓએ એક સંપ કરી પોતાનો બદઇરાદો પાર પાડવા આ કૃત્ય કર્યું છે. અરજદાર દ્વારા આરોપી તલાટી કમ મંત્રી પાસેથી પ્રમાણિત નકલો મેળવતા તેમાં ચેડા પણ કરાયા હોવાનું જાણવા મળેલ હોવાનો આક્ષેપ કરેલ છે. સમગ્ર મામલે યુવતી દ્વારા પોતે કોઈ બ્રાહ્મણ કે સાક્ષી રૂબરૂ લગ્ન કરેલા નથી. તેવુ સોગંદનામુ કરતા ગત તા 30/08/2024 નારોજ તલાટી કમ મંત્રી ઘુંડી તા. ઠાસરા દ્વારા આક્ષેપિત હાર્દિકકુમાર અશોકભાઈ રાણાને તાકીદની લેખીત નોટિસ આપી ત્રણ દિવસ માં ખુલાસો કરવા જણાવ્યુ હતું તેમ છતાં પણ આ મામલે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જો આ મામલે બ્રાહ્મણ રૂબરૂ ફેરા ફરી સાક્ષીઓ રૂબરૂ લગ્ન કરવામાં આવ્યા હોય તો તેના પુરાવા આજ દિન સુધીમાં કેમ રજુ કરવામાં આવ્યા નથી. તેમજ ઠાસરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘુંડી ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી દ્વારા કેટલા લગ્ન કરાવ્યા છે? તે પૈકી આવા વિવાદિત લગ્ન કેટલા? તેની સઘન તપાસ કેમ કરવામાં આવતી નથી તેવો પ્રશ્ર્ન પણ યુવતીના પરિવારે ઉઠાવ્યો છે.