મોરવા(હ)ના બામણા ગામ પાસે બાઈકની ચેઈન તુટી જતાં પટકાયેલા ચાલકનુ મોત

મોરવા(હ)તાલુકાના બામણા ગામે રોડ ઉપર મોટરસાયકલની ચેઈન તુટી જતાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

મોરવા(હ)તાલુકાના નાગલોદ ગામના પટેલ ફળિયામાં રહેતા ગમીરસિંહ બળવંતભાઈ પટેલના ભત્રીજા દેવેન્દ્ર બાબુભાઈ પટેલ ગત તા.1 ના રોજ તેની મોટરસાયકલ લઈને ધરેથી મોરવા(હ)પિતાને લેવા જતા હતા. તે દરમિયાન તેણે પુરઝડપે બાઈક હંકારતા બાઈકની ચેઈન અચાનક તુટી ગઈ હતી. જેના કારણે તેને સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લિપ ખાઈ જતાં તે રોડ પર પટકાયો હતો. જેમાં તેને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે ગમીરસિંહ બળવંતભાઈ પટેલે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.