૨૦૨૬ના પ્રારંભે ગુજરાતના ગૌરવમાં વધારો, ગિટ સિટીમાં ઇન્ડિયન એઆઇ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે

ગિટ સિટીમાં આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૬થી આઇએઆઇઆરઓ સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૮ અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. એટલું જ નહિં, આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે ૩૦૦ કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે, તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું ૩૩.૩૩ ટકા યોગદાન રહેશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-આઇપીએની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.રાજ્ય સરકારે વડાપ્રધાન મોદીને આ અંગેનો શ્રેય આપતા કહ્યું છે કે, પીએમ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મેળવ્યું છે.

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ આઇએઆઇઆરઓ માટે એક્ધર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે, અને ૨૦૨૫-૨૬ના વર્ષ માટે ૨૫ કરોડનું યોગદાન આપવાનું છે, આ આઇપીએમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી કંપનીઓ સહિત ૨૩ જેટલી અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતની આ પહેલ કેન્દ્ર સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયા એ.આઈ. મિશન તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના એ.આઈ. એક્શન પ્લાનના ઉદ્દેશ્યોને સુસંગત છે. આટફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય સેવાઓમાં પરિવર્તનકારી સુધારાઓથી લાખો લોકોના જીવનને વધુ સરળ બનાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ગતિ વેગવાન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે એઆઇ ટાસ્કફોર્સની રચના પણ કરેલી છે. એ દિશામાં આગળ વધતા હવે આઇએઆઇઆરઓને એઆઇ માટે મલ્ટી ડિસિપ્લિનરી હબ બનાવવાની નેમ રાખવામાં આવી છે.

આઇએઆઇઆરઓની મુખ્ય પ્રવૃત્તિઓમાં અદ્યતન છૈં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એઆઇ આધારિત પ્રોડક્ટસ અને સોલ્યુશન્સના વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચેના સહયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્રિએશન, કેપેસિટી બિલ્ડીંગ તથા પોલીસી બેઝ્ડ રિસર્ચ પર પણ આઇએઆઇઆરઓ ફોક્સ કરશે.આઇએઆઇઆરઓ હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ કાર્ય કરશે, તેમાં ઓન-પ્રેમિસ જીપીયુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઇન્ડિયા એઆઇ ક્લાઉડ જેવા નેશનલ પ્લેટફોર્મ્સનું સંકલન પણ કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતની આ પહેલ એઆઇ માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવા સાથોસાથ એઆઇ સેક્ટરમાં ભારતને ગ્લોબલ કોમ્પિટિટિવ લીડર તરીકે પ્રસ્થાપિત કરશે અને ઇમજગ ટેકનોલોજી ઇનોવેશન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.