
આઈપીએલ ૨૦૨૬ ની લીગ સ્ટેજ હવે સૌથી રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે. હજુ ૧૨ મેચ બાકી છે, પરંતુ પ્લેઓફની રેસમાં ટક્કર જોવા મળી રહી છે. વર્તમાન સમીકરણ પ્રમાણે હજુ ગમે તે પરિણામ આવી શકે છે, એટલે કે તસવીર સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ નથી.
મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટોપ-૪ની રેસમાંથી બહાર થઈ ગયા છે. બીજીતરફ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુનું આગામી રાઉન્ડમાં પહોંચવાનું નક્કી છે. આંકડા અનુસાર ય્ની ટોપ-૪મા પહોંચવાની સંભાવના ૯૯.૯ ટકા છે, જ્યારે ટોપ-૨માં રહેવાની આશા ૭૯.૧ ટકા છે.ટીઓઆઇના રિપોર્ટમાં દરેક ટીમને લઈને વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આરસીબીની વાત કરીએ તો તેની ટોપ-૪મા પહોંચવાની સંભાવના ૯૯.૩ ટકા છે. પરંતુ ટોપ-૨મા જગ્યા બનાવવાની આશા ૮૧.૯ ટકા સુધી પહોંચી ગઈ છે, જે તેને સૌથી મજબૂત દૃાવેદૃારોમાં સામેલ કરાવે છે.
જીટી એટલે કે ગુજરાત ટાઈટન્સની વાત કરવામાં આવે તો શુભમન ગિલની ટીમ બીજા રાઉન્ડમાં સરળતાથી પહોંચી શકે છે. આ સાથે ટોપ-૨ ફિનિશ કરવાની રેસમાં પણ ટાઈટન્સ આગળ છે.
સનરાઇઝર્સ હૈદૃરાબાદૃ પણ મજબૂત સ્થિતિમાં છે. હૈદરાબાદની ટોપ-૪મા ખતમ કરવાની આશા ૭૯.૭ ટકા છે, જ્યારે ટોપ-૨મા પહોંચવાની આશા ૩૬ ટકા છે. વર્તમાન સ્થિતિમાં ટીમે પ્લેઓફમાંથી બહાર થવા માટે ખરાબ પ્રદૃર્શન કરવું પડશે.
પંજાબ િંકગ્સને સતત પાંચમી હારને કારણે નુકસાન થયું છે. પંજાબની ટોપ-૪મા પહોંચવાની આશા ઘટીને ૪૩.૮ ટકા રહી ગઈ છે. તો ટોપ-૨મા પહોંચવાની આશા માત્ર ૮.૩ ટકા છે. તેવામાં પંજાબે પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની બાકીની બંને મેચ ફરજીયાત જીતવી પડશે.
ચેન્નઈ સુપર િંકગ્સની સ્થિતિ પણ રસપ્રદૃ છે. ચેન્નઈની ટોપ-મા પહોંચવાની સંભાવના ૫૬.૩ ટકા છે, પરંતુ ટોપ-૨મા જગ્યા બનાવવાની તક માત્ર ૨૨.૨ ટકા છે.
રાજસ્થાન રોયલ્સ પણ લગભગ આ સ્થિતિમાં છે. રાજસ્થાનની ટોપ-૫મા પહોંચવાની સંભાવના ૫૭ ટકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ટોપ-૨ ફિનિશની સંભાવના માત્ર ૧૭.૯ ટકા છે.
કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.કેકેઆરની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના હવે માત્ર ૩.૭ ટકા રહી ગઈ છે અને ટીમ ટોપ-૨ની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
દિલ્હી કેપિટલ્સની સંભાવના પણ ખતમ માનવામાં આવી રહી છે. દિલ્હીની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના માત્ર ૪.૨ ટકા છે. ટીમ વધુમાં વધુ ચોથા સ્થાને પહોંચી શકે છે અને તે પણ ઘણી ટીમો સાથે પોઈન્ટ બરાબરીની સ્થિતિમાં.
આ સંભાવનાઓની ગણતરી બાકીની ૧૨ મેચના આધારે કરવામાં આવી છે. દરેક ટીમ માટે તે જોવામાં આવ્યું છે કે તે કેટલાક સંયોજનોમાં તે એકલી કે સંયુક્ત પથી ટોપ-૪ અને ટોપ-૨મા ખતમ કરે છે. આ કારણ છે કે હવે દરેક મેચ પ્લેઓફની સ્થિતિ બદલી શકે છે.