
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અબુ ધાબી પહોંચ્યા ત્યારે યુએઈએ ખાસ પ્રોટોકોલ અપનાવ્યો હતો. અબુ ધાબીમાં યુએઈની એરફોર્સના એફ-૧૬ ફાઇટર જેટ્સે મોદીના વિમાનને એસ્કોર્ટ કર્યું હતું. જે બંને દૃેશો વચ્ચેના સંબંધોની નિકટતાને દર્શાવે છે. વીડિયોમાં દૃેખાઈ રહૃાું છે કે,યુએઈ એરફોર્સનું એફ-૧૬ ‘ડેઝર્ટ ફાલ્કન ફાઇટર જેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાન ‘એર ઈન્ડિયા વનને અબુ ધાબી સુધી એસ્કોર્ટ કરી રહૃાું છે. આ કોઈ પણ વિદૃેશી નેતાને આપવામાં આવતા ઉચ્ચ સન્માન અને રણનીતિક ભાગીદૃારીનો સંકેત છે.
અબુ ધાબી પહોંચ્યા બાદ મોદીનું રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદૃીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, પીએમ મોદી આજથી ૫ દિવસ સુધી ૫ દૃેશોના પ્રવાસે ગયા છે. જેમાં આજે શુક્રવારે સૌથી પહેલા તેઓ યુએઈ પહોંચ્યા છે.
પીએમ મોદૃી ૫ દૃેશોના પ્રવાસે એવા સમયે ગયા છે, જ્યારે મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે અને વૈશ્ર્વિક ઊર્જા પુરવઠા પર અસર પડી છે. ભારત માટે મોદીના આ પ્રવાસને ઊર્જા સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહૃાો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ દરમિયાન રાંધણ ગેસ,તેલ ભંડારણ સંબંધિત મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે. આ ઉપરાંત, વેપાર, રોકાણ અને ભારત-યુએઈ રણનીતિક ભાગીદૃારી પર પણ ચર્ચા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે,યુએઈ, ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદૃાર દૃેશ છે. છેલ્લા ૨૫ વર્ષમાં યુએઈ ભારતનો સાતમો સૌથી મોટો રોકાણકાર રહૃાો છે. અહીં ૪૫ લાખથી વધુ ભારતીયો રહે છે.યુએઈ પછી મોદી નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને અંતે ઇટાલીનો પ્રવાસ કરશે.