
સુરતમાં ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડાં કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. નકલી વસ્તુઓના કારોબાર પર ફરી એકવાર મોટો પ્રહાર કર્યો છે. શહેરના પુણા વિસ્તારમાં નકલી કોસ્મેટિક ક્રીમ બનાવવાનું કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે. નકલી માલની ભરમાર વચ્ચે હવે કોસ્મેટિક સામગ્રી પણ નકલી બનાવવામાં આવી રહી હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરત પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે કારખાનામાં નકલી ક્રીમ તૈયાર કરી તેને ડબ્બીઓમાં ભરી અસલી કંપનીના સ્ટીકર લગાવી ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે કારખાનામાંથી કુલ રૂ. ૧.૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરત પોલીસે આ પ્રકરણમાં અષત દેસાઈ (ઉમર ૨૧ વર્ષ) નામના યુવકની ધરપકડ કરી છે. આરોપી દ્વારા ‘ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ’ નામે નકલી પ્રોડક્ટ (હ્લટ્ઠાી ઁર્ઙ્ઘિેષ્ઠંજ) બનાવીને લિપકાર્ટ (હ્લઙ્મૈષ્ઠટ્ઠિં) પર વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન આરોપીના ઘરેથી પણ રૂ. ૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ છેલ્લા દોઢ મહિનાથી નકલી ક્રીમનું વેચાણ કરતો હોવાની કબુલાત કરી છે.
સુરત પોલીસનું કહેવું છે કે આરોપી દ્વારા માર્કેટમાં રૂ. ૩૯૯ કિંમતની અસલી ક્રીમને માત્ર રૂ. ૧૭૦માં ઓનલાઈન વેચાણ ર્(ંહઙ્મૈહી જીટ્ઠઙ્મીજ) કરી ગ્રાહકોને આકર્ષવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. નકલી કોસ્મેટિકના ઉપયોગથી આરોગ્યને ગંભીર નુક્સાન થવાની શક્યતા હોવાને કારણે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે.