સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગીતાબેન રાઠવાએ કવાંટ મંદિરમાં મહાદેવની આરતી કરી

સોમનાથ મહાદેવ ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલી રહી છે. આ પર્વ અંતર્ગત કવાટ સ્થિત નીલકંઠેશ્ર્વર મહાદેવ મંદિરમાં ગુજરાત ભાજપ સંગઠન ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ આ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 1000 વર્ષના ઐતિહાસિક વારસાની સ્મૃતિમાં ઉજવાઈ રહ્યું છે. સોમનાથ ખાતે 72 કલાક સુધી અખંડ ઓમકારનાથ અને મંત્રોચ્ચારનું પણ આયોજન કરાયું છે.

આ પાવન અવસરે ગીતાબેન રાઠવાએ સાંજે 7:00 કલાકે નીલકંઠેશ્ર્વર મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથની આરતી કરી હતી. આ આરતી દ્વારા સોમનાથની વિરાસતને નમન કરી, તેના મૂલ્યોને આગામી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કવાટ ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન રાઠવા વેપારી મહાજનના ઉપપ્રમુખ ભાવેશભાઈ પંચાલ સહિતના નગરજનો એ આરતી નો લાભ લીધો હતો