એસઆઇઆર ઝુંબેશના ગણતરીના તબક્કામાં ૫.૦૮ કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) એસઆઇઆર ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.૧૧ ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જ બીએલઓ સ્તરથી લઈને સીઇઓ કચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવી છે, જેના પરિણામે ગણતરીના તબક્કાની ૯૯.૯૭ % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તથા રાજ્યના તમામ ૫.૦૮ કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે.

એસઆઇઆરની જાહેરાત બાદથી જ એસઆઇઆર ઝુંબેશ રાજ્યભરમાં ૫.૦૮ કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી રહી છે જે હવે પૂર્ણતના આરે છે. ગણતરીના તબક્કામાં રાજ્યના ૧૭ જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી એસઆઇઆર ઝુંબેશ ની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરી છે.

એસઆઇઆરઇ ઝુંબેશ ની ૧૦૦ % કામગીરીનો સિમાચિહ્ન હાંસલ કરનાર જિલ્લાઓમાં ૧. અવલ્લી,૨. વલસાડ,૩. મહીસાગર,૪. પાટણ ૫. બનાસકાંઠા,૬. સુરેન્દ્રનગર,૭. સાબરકાંઠા,૮. આણંદ,૯. ગીર સોમનાથ,૧૦. દાહોદ,૧૧. રાજકોટ,૧૨. તાપી,૧૩. ડાંગ,૧૪. પોરબંદર,૧૫. જૂનાગઢ,૧૬. મોરબી,૧૭. ખેડા છે

આમ, સરવાળે રાજ્યની કુલ ૧૩૩ વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની ૧૦૦ ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બેઠકોની શૃંખલા યોજવામાં આવી રહી છે. તા. ૭, ૮ અને ૯ ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન થયું છે.

આ બેઠકોના નિષ્કર્ષ રૂપે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. તથા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી છે. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરાઈ છે. અત્યારસુધીની કામગીરી દરમિયાન રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં કુલ ૪.૨૧ લાખથી વધુ સિનિયર સિટિઝન (૮૫ વર્ષથી વધુ વયના) યાને આવ્યા છે. જેમની ખરાઈ ચાલી રહી છે. સાથોસાથ જે મતદારોના નામ બે કે તેથી વધુ જગ્યાઓ પર હોય તેમની વિગતો અદ્યતન સોટવેરની મદદથી મેળવવામાં આવી છે. જેમાં ૧૧.૫૮ લાખથી વધુ ડેમોગ્રાફિકલી સિમિલર એન્ટ્રી યાને આવી છે. જેની ચકાસણી બીએલઓ તથા ઇઆરઓ સ્તરે ચાલી રહી છે. આ ઉપરાંત ૧૮ લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે ૧૦.૩૭ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ ૪૦.૪૭ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું યાને આવ્યું છે. આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.