
શિયાળા દરમિયાન મોટા ભાગના લોકોને ત્વચાની સમસ્યાઓનો અનુભવ થાય છે. ક્યારેક શુષ્કતા (ડ્રાયનેસ) હોય છે, ક્યારેક ત્વચા ફાટી જાય છે. ઠંડી અને સૂકી હવામાં ભેજ ખૂબ ઓછો હોય છે, પરિણામે ત્વચાનું મોઇશ્ચર ઝડપથી સુકાઈ જાય છે.
આ ઋતુમાં ત્વચાનું કુદરતી તેલ (નેચરલ ઓઈલ)નું ઉત્પાદન પણ ઘટે છે, જેના કારણે ત્વચાનું પ્રોટેક્ટિવ બેરિયર (રક્ષણાત્મક અવરોધ) નબળું પડે છે. ખાસ કરીને હાથ, પગ અને હોઠ જેવા ભાગ સૌથી પહેલા પ્રભાવિત થાય છે, કારણ કે તેઓ સતત ઠંડી અને પવનના સંપર્કમાં રહે છે.
જોકે થોડી સાવધાની અને યોગ્ય સ્કિન કેર રૂટિન (ત્વચાની યોગ્ય સંભાળ)થી આ સમસ્યા ટાળી શકાય છે. હૂંફાળા પાણીથી સ્નાન, મોઇશ્ચરાઇઝર લગાવવું, હાઇડ્રેટેડ રહેવું અને પૌષ્ટિક ખોરાક ખાવાથી શિયાળામાં ત્વચાને શુષ્ક થતાં અટકાવી શકાય છે. એનાથી ત્વચા મુલાયમ અને હેલ્ધી રહે છે.
આજે ‘કામના સમાચાર‘માં આપણે શિયાળામાં થતી સ્કિન પ્રોબ્લેમ્સ વિશે ચર્ચા કરીશું, સાથે જ આપણે જાણીશું કે
- દરેક ઋતુની ત્વચા પર શું અસર પડે છે?
- શિયાળામાં ત્વચા કેમ ફાટી જાય છે?
- ત્વચાને કુદરતી રીતે કેવી રીતે મોઇશ્ચરાઇઝ કરવી?
નિષ્ણાત: ડૉ. પ્રિયંકા અગ્રવાલ, કન્સલ્ટન્ટ, ડર્મેટોલોજિસ્ટ, નારાયણા હૉસ્પિટલ, ગુરુગ્રામ.
પ્રશ્ન: અલગ અલગ ઋતુઓ આપણી ત્વચા પર કેવી અસર કરે છે?
જવાબ: આપણી ત્વચા બદલાતી હવામાન પરિસ્થિતિઓ પર તરત જ પ્રતિક્રિયા આપે છે.
- ગરમ અને ભેજવાળા હવામાનને કારણે શરીરમાં વધુ પરસેવો અને ઓઈલ (તેલ) ઉત્પન્ન થાય છે. આનાથી ત્વચા પર ઓઈલ અને બેક્ટેરિયા એકઠા થાય છે, પરિણામે ખીલ, ફંગલ ચેપ અથવા ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થાય છે. લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી સ્કિન એજિંગ અને કરચલી ઝડપથી દેખાવા લાગે છે.
- જ્યારે ઠંડા અને સૂકા હવામાનમાં હવામાં ભેજ ખૂબ ઓછો હોય છે. એનાથી ત્વચાના ઉપરના સ્તરમાંથી ભેજ ઝડપથી સુકાઈ જાય છે, જેનાથી એ શુષ્ક અને ખરબચડી થઈ જાય છે. પરિણામે, ફાટી જાય છે. ઘરમાં હીટર ચાલુ રાખવાથી અથવા ખૂબ ગરમ પાણીથી સ્નાન કરવાથી આ ડ્રાયનેસ (શુષ્કતા) વધુ વધે છે.