શેરબજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ ૧,૮૩૭ પોઈન્ટ અને નિફટી ૬૦૨ પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોએ ૧૪ લાખ કરોડ ગુમાવ્યા

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સ્થાનિક શેરબજારમાં વિનાશક ઘટાડો ચાલુ છે. સપ્તાહના પહેલા દિવસે, ભારતીય શેરબજારમાં ૨.૫ ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. સોમવારે બીએસઇ સેન્સેક્સ ૭૨,૬૯૬.૩૯ પર બંધ થયો, જે ૧૮૩૬.૫૭ પોઈન્ટ (૨.૪૬ ટકા) નો મોટો ઘટાડો હતો.એનએસઇ નિટી ૫૦ ઇન્ડેક્સ પણ ૬૦૧.૮૫ પોઈન્ટ (૨.૬૦ ટકા) ઘટીને ૨૨,૫૧૨.૬૫ પર બંધ થયો. આ ઘટાડાથી રોકાણકારોના લગભગ ૧૪ લાખ કરોડ ‚પિયાનું ધોવાણ થયું છે. નોંધનીય છે કે બજાર ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયું.

સોમવારે, સેન્સેક્સના ૩૦માંથી ફક્ત ચાર શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૨૬ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. એ જ રીતે, નિટી ૫૦ માં, ૫૦ કંપનીઓમાંથી ફક્ત ત્રણ કંપનીઓ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૪૭ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં,એચસીએલ ટેકનો શેર સૌથી વધુ ૧.૮૩ ટકાના વધારા સાથે બંધ થયો, જ્યારે ટાટા ગ્રુપની કંપની ટાઇટનનો શેર સૌથી વધુ ૬.૨૪ ટકાના ઘટાડા સાથે બંધ થયો. સેન્સેક્સના અન્ય શેરોમાં, પાવર ગ્રીડ ૧.૩૯ ટકા, ઇન્ફોસિસ ૦.૨૮ ટકા અને ટેક મહિન્દ્રા ૦.૧૯ ટકાના વધારા સાથે બંધ થયો.

બીજી તરફ, આજે ટ્રેન્ટના શેર ૫.૯૦ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૫.૪૦ ટકા,બીઇએલ ૪.૮૫ ટકા, ઇન્ડિગો ૪.૮૫ ટકા, ટાટા સ્ટીલ ૪.૮૦ ટકા, એચડીએફસી બેંક ૪.૭૦ ટકા, અદૃાણી પોર્ટ્સ ૪.૪૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૫૫ ટકા, એશિયન પેઇન્ટ્સ ૩.૪૧ ટકા,આઇટીસી ૩.૧૭ ટકા, બજાજ ફિનસર્વ ૨.૯૧ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૨.૮૯ ટકા, એક્સિસ બેંક ૨.૭૯ ટકા, ભારતી એરટેલ ૨.૭૨ ટકા,એલએન્ડટી ૨.૭૦ ટકા, એસબીઆઇ ૨.૫૨ ટકા, એટરનલ ૨.૩૦ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૨૩ ટકા,એનટીપીસી ૨.૧૭ ટકા, મારુતિ સુઝુકી ૧.૯૭ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૧.૮૪ ટકા, હિન્દૃુસ્તાન યુનિલિવર ૧.૪૩ ટકા, સન ફાર્મા ૧.૧૯ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૨ ટકા અને ટીસીએસના શેર વધ્યા. ૦.૩૨ ટકાના ઘટાડા સાથે.