સૌરાષ્ટ્રમાં ક્યાંક સારો વરસાદ તો ક્યાંક ચિંતાજનક સ્થિતિ, દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો

રાજકોટ જિલ્લાના ખેડૂતો પણ હવે મેઘરાજાને વહેલી તકે વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે. પરાપીપળિયા ગામના ખેડૂતોએ વાવેતર કરી દીધું છે. જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ થયો હતો, પરંતુ ઓગસ્ટમાં પૂરતો વરસાદ ન પડતાં હવે ખેડૂતો બોર અને કૂવામાં રહેલા પાણીના સહારે પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૬.૨૫ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાના ૧૧ તાલુકામાં વરસાદની Âસ્થતિ જાઈએ તો ઉપલેટા ૨૭.૦૬%,વિંછીયા ૨૯.૮૩%,જસદણ ૪૦.૪૮%,કોટડા સાંગાણી ૪૫.૮૨%,પડધરી ૪૭.૨૨%,લોધિકા ૪૮.૨૫%,રાજકોટ ૪૮.૩૩%,ધોરાજી ૪૮.૭૩%,જેતપુર ૫૩.૫૫%,ગોંડલ ૫૭.૨૧%, જામકંડોરણા ૫૭.૨૯% વરસાદ થયો છે રાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની સ્થિતિમાં મોટો તફાવત જાવા મળી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૧.૨૩ ટકા નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૬.૨૯ ટકા નોંધાયો છે.જયારે દેવભૂમિ દ્વારકાઃ ૬.૨૯%,પોરબંદરઃ ૧૭.૬૧%, જામનગરઃ ૨૮.૫૩%,ગીર સોમનાથઃ ૪૫.૪૧%,રાજકોટઃ ૪૬.૨૫%,જૂનાગઢઃ ૫૪.૯૧%,બોટાદઃ ૬૭.૨૭%,ભાવનગરઃ ૬૮.૯૬%,અમરેલીઃ ૭૨.૪૬%,મોરબીઃ ૭૮.૪૧%,સુરેન્દ્રનગરઃ ૮૧.૨૩% વરસાદ થયો છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. અહીં સિઝનનો માત્ર ૬.૨૯ ટકા વરસાદ નોંધાયો છે. ખાસ વાત એ છે કે જિલ્લામાં એક પણ તાલુકામાં ડબલ ડિજિટમાં વરસાદ નોંધાયો નથી. આ સ્થિતિને કારણે ખેડૂતો માટે આગામી દિવસો મહત્વના બની રહ્યા છે. જા આગામી એક સપ્તાહમાં પૂરતો વરસાદ નહીં પડે તો ચાલુ ખરીફ સિઝનના પાક પર તેની અસર થઈ શકે છે. સાથે જ આગામી રવિ અને ઉનાળુ સિઝન માટે પણ પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા વધી શકે છે.

સૌરાષ્ટÙમાં એક તરફ કેટલાક વિસ્તારોમાં ખેડૂતો સારા વરસાદથી રાહત અનુભવી રહ્યા છે, તો બીજી તરફ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ખેડૂતો પાક બચાવવા માટે સિંચાઈના વૈકલ્પિક †ોતનો ઉપયોગ કરી રહ્યા છે. હવે ખેડૂતોની નજર આકાશ તરફ છે. રાજકોટ સહિત ઓછા વરસાદવાળા વિસ્તારોના ખેડૂતોની એક જ માગ છે, હવે તો પધારો મેઘરાજા.