સંખેડા CHC ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ૧૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું, યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે યુવા કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 15 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પ ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી આયોજીત કરાયો હતો. યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરીને “રક્તદાન એ મહાદાન નો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, સરપંચ નિતિનભાઈ શાહ, ડો. વિકાસ રંજન અને ઈઇંઈ સ્ટાફ હાજર રહ્યા હતા. તેમની સાથે ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત હતા.