સંખેડા તાલુકાની કંટેશ્ર્વર વસાહતના પંકજભાઈ લુલજીભાઈ તડવીની પોલીસ ફરિયાદ મુજબ તેઓએ પાંચેક મહિના પહેલા તેમના દિકરાનુ આધારકાર્ડ કઢાવવા વીસીઈ ગોૈતમભાઈ તડવીની ઓફિસે જતાં ગોૈતમભાઈએ રૂ.500ની માંગણી કરતા પંકજભાઈએ રૂ.200 આપી રૂ.300 વધારાના નહિ આપુ તેમ કહેતા તેણે જીવતો છોડીશ નહિ એમ કહી બાદ 18 નવેમ્બરના રોજ સવારે ગોૈતમભાઈ વીસીએ તેમની પાસે પૈસાની માંગણી કરી ઝપાઝપી કરી હતી. ગોૈતમભાઈએ તેમના ધરનો દરવાજો ખોલી નાંખી પાવડો ઉગામીને પૈસા માંગ્યા હતા.જેથી તેની પત્નિએ રૂ.2,000 ગોૈતમભાઈને આપ્યા હતા. સામા પક્ષે ગોૈતમભાઈ તડવીએ પણ પંકજભાઈ લલજીભાઈ તડવી અને નીતાબેન તડવી વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ કે,તેઓ ગેસનો બોટલ ભરાવવા જતા હતા. તે વખતે પંકજભાઈએ તેમની ગાડીનો દરવાજો ખોલવા કહેતા નીચે ઉતરતા પંકજભાઈ અને નીતાબેન તેની સાથે ગાળા ગાળી કરી પંકજભાઈએ કહ્યુ કે, તેમના અને મકસુદભાઈના દારૂના ધંધામાં કે આવે છે કહી નીચે પાડી દેતા ગોૈતમભાઈએ તેના ભાઈને ફોન કરતા જીગ્નેશ ત્યાં આવતા પંકજભાઈએ તેને છુટ્ટી ઈંટ મારી દેતા ઈજાઓ પહોંચી હતી.