સંખેડા તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીની રેતી બાંધકામની ગુણવત્તા માટે શ્રેષ્ઠ ગણાતી હોવાના કારણે તેની માંગ વધારે રહેતી હોય છે. સંખેડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી જાણે બોડી બામણીનુ ખેતર હોય તેમ આડેધડ રેતી ખનન ચાલી રહ્યુ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સતત અને નકકર કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પંચેશ્ર્વરથી હાડોદર રોડ ઉપર ઓવરલોડ રેતી ભરેલી ટ્રક પસાર થઈ હતી. ધોળા દિવસે પણ બે નંબર રેતી ખનન ચાલતુ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સતત અને નિયમિત કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે. સંખેડા તાલુકાના રતનપુર નજીકથી રાત્રિના બે વાગ્યાના અરસામાં ખાણ ખનીજ વિભાગે રેડ કરી હતી. આ રેડ દરમિયાન નદીમાં રેતી ભરવા માટે લાઈનમાં ઉભેલી ચાર જેટલી ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. ઉપરાંત મશીન પણ ઝડપી પાડ્યુ હતુ.