સંખેડા તાલુકાના રામપુરા ગામે મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ૪૩ વર્ષીય યુવકનું વડોદરાની જજૠ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક હરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર (ઉંમર ૪૩, રહે. રામપુરા, તા. સંખેડા) પર ૧૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૯ વાગ્યે રામપુરા ભાથીજી મંદિર પાસે હુમલો થયો હતો. સત્યેન્દ્રસિંહ ઉર્ફે જગો દીપસિંહ ગોહિલ નામના આરોપીએ મારક હથિયાર વડે તેમના માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી.
હુમલા બાદ હરેન્દ્રસિંહને તાત્કાલિક સંખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જોકે, માથામાં ગંભીર ઈજા હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની જજૠ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બપોરે ૨:૨૯ વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના અંગે મૃતક હરેન્દ્રસિંહના કાકા ધર્મેન્દ્રસિંહ ઠાકોરે જજૠ કેમ્પમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સત્યેન્દ્રસિંહ ઉર્ફે જગો દીપસિંહ ગોહિલ વિદ્ધ જીવલેણ હુમલો અને જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. સંખેડા પોલીસ સ્ટેશનના ઙઈં જે. યુ. ગોહિલ આ સમગ્ર બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.