બોડેલીના જાખરપુરા કેનાલ પાસે કારમાંથી દારૂ રૂ.૧૦.૫૪ લાખના દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

બોડેલી પોલીસે જાખરપુરા કેનાલ પાસેથી એક કારમાંથી વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડી દારૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહીમાં પોલીસે રૂ.૧૦,૫૪,૦૦૦થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. કારમાં સવાર બે આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ શ‚ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બોડેલી પોલીસ દ્વારા દારૂ બંધીના કડક અમલ માટે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ સફળતા મળી છે.