રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવતા કહૃાું કે, “વડાપ્રધાન મારો ફોન ટેપ કરાવી રહૃાા છે

કોંગ્રેસ પાર્ટીના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહૃાું છે કે તેમનો ફોન ટેપ થઈ રહૃાો છે. હકીકતમાં, રાહુલ ગાંધીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો સ્ટેટસ શેર કર્યો છે. વીડિયોમાં, એક યુઝરે રાહુલ ગાંધીને પૂછ્યું છે કે, “પીએમ મોદૃી કહી રહૃાા છે કે તમને વિદૃેશી સહાય મળી રહી છે. તમે કહી રહૃાા છો કે પીએમ મોદૃીને વિદૃેશથી નિયંત્રિત કરવામાં આવી રહૃાા છે. પુરાવા ક્યાં છે?” આ પ્રશ્ર્નનો જવાબ આપતા, રાહુલ ગાંધીએ એક વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે તેમનો ફોન ટેપ થઈ રહૃાો છે.

ઇન્સ્ટાગ્રામ પર એક પ્રશ્ર્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહૃાું, “પુરાવા અહીં છે, આ ફોનમાં. વડા પ્રધાન આ જાણે છે કારણ કે તેઓ મારો ફોન ટેપ કરે છે. જે ક્ષણે તેઓ રૂબરૂ ચર્ચા માટે આવશે, ત્યારે દરેકને ખબર પડશે કે વિદૃેશી શક્તિઓના ઇશારે કોણ કામ કરી રહૃાું છે, કોણ દૃેશદ્રોહી છે, તેઓ કેટલા સમયથી દૃેશદ્રોહી છે, અને બીજી ઘણી બાબતો જે હું જાણું છું અને જે મારા ફોનમાં હાજર છે.”

એ નોંધવું જોઈએ કે છેલ્લા કેટલાક સમયથી, ભાજપના નેતાઓ રાહુલ ગાંધીના વિદૃેશ પ્રવાસો અંગે પ્રશ્ર્નો ઉઠાવી રહૃાા છે. આ સંદૃર્ભમાં, રાહુલ ગાંધીએ તાજેતરમાં પીએમ મોદૃીને ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો. રાહુલ ગાંધીએ કહૃાું હતું કે, “મોદૃીજી, આ દૃેશ સાથે જૂઠું બોલવાનું બંધ કરો. તમે વિદૃેશી સહાયથી વડા પ્રધાન બન્યા. અને તમે વિદૃેશી સહાયથી વડા પ્રધાન છો. તમારી આર્થિક વ્યવસ્થા સંપૂર્ણપણે વિદૃેશીઓ દ્વારા નિયંત્રિત અને સમર્થિત છે. વિદૃેશી સોશિયલ મીડિયા સંપૂર્ણપણે તમારી પાછળ છે. હું તમને આ મુદ્દા પર ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંકું છું. કોઈપણ પ્લેટફોર્મ પર, ગમે ત્યારે. જો તમારી પાસે િંહમત હોય, તો આવો. તમે નહીં આવો કારણ કે હું તમારા વિશે જે જાણું છું તેનાથી તમે ડરો છો.”

બીજી બાજુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહૃાું હતું કે, “તમે પીએમ મોદૃીને ચર્ચા માટે પડકાર આપો છો. જો તમે ખરેખર ચર્ચા કરવા માંગતા હો, તો તેમને પત્ર લખો. અમે ચર્ચા માટે સંસદૃનું ખાસ સત્ર બોલાવવા તૈયાર છીએ.”