
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, પ્રશાંત કિશોર હવે આશ્રમમાં રહેવા ગયા છે. બિહારમાં દ્ગડ્ઢછ સરકારના છ મહિના પૂર્ણ થયા બાદ, જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંતે જાહેરાત કરી કે તેઓ પટણાની બહારના વિસ્તારમાં આવેલા આશ્રમમાં રહેવા ગયા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો નવો પક્ષ પોતાની છાપ છોડે ત્યાં સુધી તેઓ અહીંથી રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે.
દરભંગામાં પત્રકારો સાથે વાત કરતા, ૪૮ વર્ષીય રાજકીય રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે તેઓ મંગળવારે રાત્રે પટનામાં તેમના અગાઉના નિવાસસ્થાનથી નીકળી ગયા છે. તેમણે કહૃાું, મંગળવારે રાત્રે, હું પટનામાં તે સ્થાનથી નીકળી ગયો જ્યાં હું અત્યાર સુધી રહેતો હતો.
તેમણે કહૃાું, મારું નવું નિવાસસ્થાન આઇઆઇટી પટના નજીક ‘બિહાર નવનિર્માણ આશ્રમ‘ હશે. હું બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી સુધી અહીં રહીશ, અને આશા છે કે, ત્યાં સુધીમાં, જન સૂરજ પાર્ટી પોતાની છાપ છોડી દૃેશે.
બે વર્ષ પહેલાં રાજકીય સલાહકારની નોકરી છોડી દૃેનારા આઇ-પીએસીના સહ-સ્થાપક પ્રશાંત કિશોરએ ૨૦૨૪ માં જન સૂરજ પાર્ટીની રચના કરી હતી. અત્યાર સુધી, તેઓ પટણા એરપોર્ટ નજીક આવેલા શેખપુરા હાઉસમાંથી કામ કરતા હતા, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ ભાજપ સાંસદ ઉદય િંસહના પરિવારની માલિકીનો બંગલો હતો.
ઉદયસિંહ એક મજબૂત રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના મોટા ભાઈ, એન.કે.સિંહ ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ અને ૧૫મા નાણા પંચના અધ્યક્ષ હતા. તેમની સ્વર્ગસ્થ માતા, માધુરી િંસહ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને પૂર્ણિયાથી અનેક વખત સાંસદ રહૃાા હતા.
જનતા દૃળ યુનાઇટેડના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ કિશોરે પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિશ કુમારે ગયા મહિને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું અને રાજ્યસભામાં પ્રવેશ કર્યો હતો. જન સૂરજ નેતાએ કહૃાું, ચૂંટણી પછી મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા વ્યક્તિ આર્થિક સંકટને કારણે થતા સ્થળાંતરને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા. તેના બદલે, તેમણે પોતે સ્થળાંતરનો માર્ગ પસંદૃ કર્યો. પરંતુ આમ કરતા પહેલા, તેમણે ખાતરી કરી કે તેમના પુત્રને સત્તામાં સ્થાન મળે. પ્રશાંત કિશોર તત્કાલીન મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારનો ઉલ્લેખ કરી રહૃાા હતા, જે હવે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની દ્ગડ્ઢછ ગઠબંધન સરકારનો ભાગ છે.
તેમણે બિહારના મતદૃારોને જાતિ, ધર્મ અથવા નાણાકીય બાબતોના આધારે મતદૃાન કરવાને બદલે પોતાના હિતોને પ્રાથમિકતા આપવા પણ અપીલ કરી. તેમણે કહૃાું, બિહારના લોકોએ મતદૃાન કરતી વખતે તેમના બાળકોના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. તેમણે પીએમ નરેન્દ્ર મોદૃી, નીતિશ કુમાર અથવા લાલુ પ્રસાદ જેવા નેતાઓથી પ્રભાવિત ન થવું જોઈએ, ન તો તેમણે ૧૦,૦૦૦ પિયામાં પોતાના મત વેચવા જોઈએ.
આ ટિપ્પણી વિધાનસભા ચૂંટણી પહેલા શ કરાયેલ ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાના સંદૃર્ભમાં જોવામાં આવી હતી, જેના હેઠળ ૧૫ મિલિયનથી વધુ મહિલાઓને ૧૦,૦૦૦ પિયા આપવામાં આવ્યા હતા. પ્રશાંત કિશોરે સરકારી ખર્ચ અંગે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની પણ ટીકા કરી હતી, અને આરોપ લગાવ્યો હતો કે બિહાર દૃેશના સૌથી ગરીબ રાજ્યોમાંનું એક હોવા છતાં, ત્યાં અતિશય બગાડ થાય છે.
તેઓ કહે છે, બિહાર દૃેશનું સૌથી ગરીબ રાજ્ય છે, છતાં મુખ્યમંત્રી ૨૫ એકરના નિવાસસ્થાનમાં રહે છે. જરા કલ્પના કરો કે તેના બગીચાઓની જાળવણી માટે કેટલો ખર્ચ થાય છે. અમે એ પણ સાંભળી રહૃાા છીએ કે તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે રહેતા બંગલાને મુખ્યમંત્રી નિવાસસ્થાન સાથે મર્જ કરીને સંકુલને વધુ વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે.