પાવીજેતપુરમાં CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ : ક્વિન્ટલ રૂા.8.069નો ભાવ મળતા રાહત

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા CCI ) દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. હરિઓમ જીનિંગ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે.

ઈઈઈં દ્વારા હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,069ના ભાવે કપાસની ખરીદી શરૂ કરાઈ છે. આ ભાવથી ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળવાની આશા છે, જેના કારણે ખેડૂત વર્ગમાં સંતોષ જોવા મળી રહ્યો છે. ખરીદી પ્રક્રિયામાં સરળતા અને વ્યવસ્થા જાળવવા માટે, ખેડૂતોએ પહેલાં સ્લોટ બુકિંગ કરાવવું ફરજીયાત છે. સ્લોટ બુકિંગ કરાવ્યા બાદ જCCI દ્વારા તેમના કપાસની ખરીદી કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ખેડૂતોને લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને પ્રક્રિયા સુવ્યવસ્થિત રહેશે.

કપાસની ખેતીમાં ખેડૂતોની મહેનત અને ખર્ચને ધ્યાનમાં રાખીને, ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે જાહેર કરાયેલો રૂા. 8,069નો ભાવ સારો માનવામાં આવે છે. જોકે, ખેડૂતો હજુ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી વધુ સારા ભાવની અપેક્ષા રાખી રહ્યા છે.

CCI દ્વારા ખરીદી શરૂ થવાથી સ્થાનિક ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની અને બજારમાં પણ સકારાત્મક અસર જોવા મળવાની સંભાવના છે.