
નીટ યુજી પેપર લીક બાદ, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર અને રાષ્ટÙીય પરીક્ષણ એજન્સીને પરીક્ષા સુધારાઓ લાગુ કરવા તરફ થયેલી પ્રગતિ પર વિગતવાર સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. જÂસ્ટસ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે કહ્યું કે સોગંદનામામાં કાયમી વ્યવસ્થા તરીકે સુધારાઓને લાગુ કરવા માટે લેવામાં આવેલા પગલાંની વિગતો હોવી જાઈએ. ફક્ત કામચલાઉ પગલાં પર આધાર રાખી શકાય નહીં.
કોર્ટે પ્રસ્તાવિત ગવ‹નગ બોર્ડ, નિષ્ણાતની આગેવાની હેઠળની સંસ્થાઓ, હિસ્સેદારોની નિમણૂક અને ૧૦ ક્ષેત્રોમાં ઉચ્ચ-સ્તરીય સમિતિની ભલામણોના અમલીકરણ અંગે માહિતી માંગી છે. આ ક્ષેત્રોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા, સંશોધન અને વિકાસ, પારદર્શિતા, શાસન અને માનવ સંસાધનનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સુરક્ષા, દેખરેખ અને તકેદારી માટે નિયુક્ત કરાયેલા નવા એડિશનલ ડિરેક્ટર જનરલની ભૂમિકા અને આ સંદર્ભમાં થયેલી પ્રગતિ સમજાવવા પણ કહ્યું. બેન્ચે પરીક્ષા પ્રક્રિયાના દરેક તબક્કે કરવામાં આવી રહેલા સુધારાઓ, જેમાં પૂર્વ-પરીક્ષા, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછીની વ્યવસ્થાનો સમાવેશ થાય છે, અંગે સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો.કોર્ટે કેન્દ્રને રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે પરીક્ષા પ્રણાલીમાં સુધારો, બહુ-તબક્કાની પરીક્ષા પ્રણાલી, પરીક્ષા કેન્દ્રો અને પ્રશ્નપત્રોની તૈયારી, છાપકામ અને વિતરણમાં થયેલી પ્રગતિ વિશે પૂછ્યું.
સુપ્રીમ કોર્ટે કમ્પ્યુટર-આધારિત પરીક્ષા પ્રણાલી અપનાવવાના પ્રસ્તાવ અને ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાં અંગે પણ માહિતી માંગી હતી. જસ્ટિસ નરસિંહાએ જણાવ્યું હતું કે પેપર લીક પછી પ્રશ્નપત્રોની ઍક્સેસ સુરક્ષિત કરવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવી એ માત્ર એક કામચલાઉ પગલું હતું અને તેને કાયમી ઉકેલ ગણી શકાય નહીં.બેન્ચે કહ્યું કે કેન્દ્રના સોગંદનામામાં આ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે સરકાર વતી એક નવું સોગંદનામું દાખલ કરવામાં આવશે. કોર્ટે કહ્યું, “અમે આનું નજીકથી નિરીક્ષણ કરીશું. અમે ખાતરી કરીશું કે સિસ્ટમ સંસ્થાકીય છે. અમે આખા વર્ષ દરમિયાન તેનું નિરીક્ષણ કરીશું.” સુપ્રીમ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી સોમવાર માટે નક્કી કરી છે.