
કાશી વિશ્ર્વનાથ ધામનું આકર્ષણ અને બાબા વિશ્ર્વનાથના દર્શન અને પૂજા કરવાની ઉત્સુક્તાને કારણે નવા વર્ષ પહેલા જ કાશીમાં ભીડ ચરમસીમાએ પહોંચી ગઈ છે. શનિવારે બપોર સુધીમાં બે લાખ લોકોએ બાબાના દરબારમાં દર્શન કર્યા હતા. સાંજ સુધીમાં, આ આંકડો ત્રણ લાખ સુધી પહોંચી ગયો હતો. ભીડથી મહાશિવરાત્રી જેવો માહોલ સર્જાયો હતો. ઠંડી હોવા છતાં, ઉત્સાહી ભક્તો દર્શન કરવા માટે ખુલ્લા પગે લાઇનમાં ઉભા રહ્યા. મંદિરની આસપાસની શેરીઓ પર પણ ચાલવું મુશ્કેલ હતું.
શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિર વિશેષ યાત્રાધામ ક્ષેત્રના એસડીએમ શંભુ શરણએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં ભક્તોને યાનમાં રાખીને, વિશ્ર્વનાથ ધામમાં મહાકુંભ અને શ્રાવણ જેવા બેરિકેડિંગ મૂકવામાં આવ્યા છે. ધામમાં પ્રવેશનારાઓ બેરિકેડ દ્વારા બાબા વિશ્ર્વનાથને પ્રાર્થના કરી રહ્યા છે. ભક્તોને મંદિરની ઝલક મળી રહી છે. દરમિયાન, મુખ્ય ઘાટ પર
નવા વર્ષના પહેલા પખવાડિયા માટે બધી નાની-મોટી હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ, મઠો અને આશ્રમો સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. મોટાભાગના પ્રવાસીઓ દક્ષિણ ભારતમાંથી આવી રહ્યા છે. હનુમાન ઘાટ અને માનસરોવર ઘાટ વચ્ચે સ્થિત દક્ષિણ ભારતીયોના તમામ મઠો અને આશ્રમોમાં રૂમ ૧૦ જાન્યુઆરી સુધી સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ગંગા ઘાટ જોવા માટે ક્રૂઝ ટિકિટ પણ ભરાઈ ગઈ છે અને સાંજે ગંગા આરતી જોવા માટે મોટાભાગની બોટ પણ બુક થઈ ગઈ છે.