નસવાડીના ડુંગર વિસ્તારમાં શિક્ષિત યુવાનો એસ.આઈ.આર.ની કામગીરીમાં જોડાયા

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આદિવાસી સમાજના યુવાનો એસ.આઈ.આર.ની કામગીરીમાં જોતરાયા છે. શિક્ષિત યુવાનો બી.એલ.ઓ.ને કામગીરીમાં મદદ કરી રહ્યા છે. તંત્રના અધિકારીઓએ કામગીરી ઝડપથી પુરી કરવા આદેશ કર્યા છે.

નસવાડી તાલુકામાં 210 ગામો આવેલા છે. અને 100થી વધુ ગામોના સાક્ષરતાનુ પ્રમાણ ઓછુ છે. એસ.આઈ.આર.ની કામગીરીમાં શિક્ષકો અને આંગણવાડી કર્મચારીઓને મુકયા છે. તેઓને ફોર્મ ભરવા માટે અને તેમાં માંગેલી માહિતી પુરતી મળતી નથી. અને એક ફોર્મ પાછળ એક કલાકનો સમય નીકળી જાય છે. એક તરફ લાખો ફોર્મ ભરવાના હોય સરપંચો ઉપર તાલુકા મથકના અધિકારીઓ દબાણ નાંખી રહ્યા છે. સરપંચો દ્વારા ગામના શિક્ષિત યુવાનોને એસ.આઈ.આર.ની. કામગીરીમાં મદદ કરવા માટે પહેલ કરતા યુવાનો જોડાયા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં કોમ્પ્યુટરની સુવિધાઓ ગ્રામ પંચાયતમાં નથી. યુવાનો મોબાઈલથી કામગીરી કરીને લોકોને મદદ કરી રહ્યા છે.