મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શિવ મંદિર પર્વનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થશે. સોમનાથ સ્વાભિમાન પર્વની ત્રિ-દિવસીય ઉજવણીનો આજથી ભાજપના નેતાઓએ શિવમંદિરોમાં દર્શન પૂજન કરીને શુભારંભ કરાવ્યો છે. મહત્વનું છે કે, આજથી એક હજાર વર્ષ પહેલા ૧૦૨૬માં સોમનાથ મંદિર પર થયેલા હુમલા સામે અતૂટ શ્રદ્ધા અને આસ્થા તથા સામૂહિક શક્તિના સંકલ્પથી આજે સોમનાથ મંદિર ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક રૂપે અડીખમ ઊભું છે.

આ શૌર્યતા અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનો ગૌરવ મહિમા સોમનાથ સ્વાભિમાન પર્વથી પીએમ મોદીના પ્રેરણા માર્ગદર્શનમાં થઈ રહ્યો છે. આ પર્વમાં ઓમકાર નાદની ઊર્જા સામૂહિક ઓમકાર નાદથી જોડવા મંદિરોમાં ૭૨ કલાક ઓમકાર નાદના ગુંજારવથી ભક્તિમય વાતાવરણનું નિર્માણ થવાનું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઓમકાર નાદમાં ગાંધીનગરમાં ધોળેશ્ર્વર મહાદેવ મંદિરથી શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. તેઓ ગાંધીનગરના ધોળેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન કર્યું હતું. આ ઉપરાંત સામૂહિક ઓમકાર નાદમાં સહભાગી થવાનો સૌને અનુરોધ કર્યો હતો. તેમજ રાજ્યના નાગરિકોને મંદિરો – દેવાલયોમાં થતાં સામૂહિક ઓમકાર નાદ અથવા તો પોતાના ઘરે પણ સમય મળે ત્યારે ઓમકાર મંત્ર સ્મરણ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવા અપીલ કરી હતી.

જ્યારે આજે ગૃહરાજ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આજે જન્મ દિવસ પણ છે. તેમણે તેમના જન્મ દિવસની સેક્ટર ૧ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ગૌ પૂજન અર્ચન કર્યું હતું. તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા શિવ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પૂજન અર્ચન કરીને નાગરિકોને જોડાવા માટેની અપીલ કરતા કહ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત અખંડ ઓમકાર જાપ ૭૨ કલાક સુધી ચાલશે.

આજે વહેલી સવારે ૪ વાગ્યાથી સોમનાથ પહોંચી રહ્યા છે. ૮ થી ૧૦ સુધી લાખો ભક્તો સોમનાથ આવવાના છે. સોમનાથ ખાતે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથ આવી રહ્યા છે. શૌર્ય યાત્રા પણ સોમનાથ ખાતે યોજાશે. ૧૦૦૦ ૠષિકુમારો દ્વારા શંખનાદ કરશે અને ૧૦૮ ઘોડાઓ સાથે શોભા યાત્રા નીકળશે. લાખો સોમનાથ ભક્તો માટેનો આ ઉત્સવ છે.

જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માએ પણ અમદાવાદના અસારવા ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬ નો પ્રારંભ કરાવ્યો હતો. જે નિમિત્તે નીલકંઠ મહાદેવ – અસારવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્માજીએ દેવાધિદેવ મહાદેવની પૂજા – અર્ચના કરી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો – શિવ ભક્તો ૭૨ કલાક અવિરત ચાલનાર શિવ ધૂનમાં મગ્ન બન્યા