માતા-પિતાની પ્રેરણા અને દિવ્ય આશીર્વાદ સાથે ઝાલોદમાં ગુરૂ નાનક જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી

સમસ્ત ધારવાળા મેરવાણી પરિવાર દ્વારા માતા-પિતાના સ્મરણાર્થે ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન, પરિવારજનો, સમાજ અને મિત્રવર્તુળે ઉત્સાહભેર ભાગ લીધો.

ઝાલોદ નગરમાં ગુ‚નાનક જયંતીના પાવન અવસરે સમસ્ત ધારવાળા મેરવાણી પરિવાર દ્વારા માતા-પિતાની પ્રેરણા, તેમના દિવ્ય આશીર્વાદ અને પવિત્ર સ્મૃતિને હૃદયમાં રાખી ભક્તિભાવપૂર્વક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૬ના મંગળવારના રોજ બસ સ્ટેશન પાસે આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભજન-કીર્તન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

માતા-પિતાના સંસ્કાર, તેમની પ્રેરણા અને તેમના આશીર્વાદ જીવનમાં હંમેશાં માર્ગદર્શક બની રહે છે. માતા-પિતાના સ્મરણાર્થે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગમાં પરિવારજનોએ શ્રદ્ધા અને ભાવનાપૂર્વક ભાગ લઈ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. માતા-પિતાના દિવ્ય આશીર્વાદ સાથે દર વર્ષે ગુ‚નાનક જયંતીના પવિત્ર અવસરે ધાર્મિક ઉજવણી કરવાની પરંપરાને આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક આગળ ધપાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં સાંજે ૫ કલાકથી ભજન-કીર્તનનો પ્રારંભ થયો હતો. ભક્તિરસથી ભરપૂર ભજનોના ગુંજારવથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને આનંદમય બની ગયું હતું. ત્યારબાદ સાંજે ૬ કલાકથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારજનો, સિંધી સમાજના સભ્યો, સગાં-સંબંધીઓ, મિત્રો તેમજ ઝાલોદ નગરના ભાવિક ભક્તજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ગુ‚નાનક દેવજીના પ્રેમ, સેવા, માનવતા, સમાનતા અને ભાઈચારાના સંદેશને યાદ કરી સૌએ જીવનમાં સદભાવના અને પરોપકારની ભાવના જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. માતા-પિતાના આશીર્વાદ, પરિવારની એકતા, સમાજનો સાથ અને મિત્રોના સ્નેહથી યોજાયેલા આવા ધાર્મિક આયોજનો નવી પેઢીમાં સંસ્કાર, શ્રદ્ધા અને સામાજીક એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.

આમ, સમસ્ત ધારવાળા મેરવાણી પરિવાર દ્વારા માતા-પિતાના સ્મરણાર્થે અને તેમના દિવ્ય આશીર્વાદ સાથે યોજાયેલી ગુ‚નાનક જયંતીની ઉજવણી ભક્તિ, ભાવના, પરિવારિક એકતા અને સામાજીક સ્નેહનો સુંદર સંગમ બની રહી હતી.