
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જનતા દળ (સેક્્યુલર) ના પ્રમુખ એચડી દેવે ગૌડાએ એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મારા પ્રિય અને જૂના મિત્ર મલ્લીકાર્જુન ખડગેએ આજે સંસદમાં હળવાશથી ટિપ્પણી કરી કે હું કોંગ્રેસને “પ્રેમ” કરતો હતો, પરંતુ આખરે મોદીજી (ભાજપ) સાથે “લગ્ન” કર્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમને આનું કારણ ખબર નથીપ જા હું મારા મિત્રને લગ્નની ભાષામાં જવાબ આપું, તો હું કહીશ કે હું કોંગ્રેસ સાથે “મજબૂરીથી” પરણી ગયો હતો, પરંતુ મારે તેમને “છૂટાછેડા” આપવા પડ્યા કારણ કે તે એક અપમાનજનક સંબંધ હતોપ મેં કોંગ્રેસ ગઠબંધન છોડ્યું ન હતું. તેઓ મારી પાસેથી ચાલ્યા ગયા. તેમણે મારી પાસે તેમને “છૂટાછેડા” આપવા અને વધુ સ્થિર ગઠબંધન શોધવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નહીં”
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ બુધવારે ગૃહમાં તેમના વિદાય ભાષણ દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા પર કટાક્ષ કરતા તેમના સાથીદારોને શ્રદ્ધાંજલિ આપી. તેમના વિદાય ભાષણમાં, ખડગેએ કહ્યું કે તેઓ ૫૪ વર્ષથી વધુ સમયથી અનુભવી નેતાને ઓળખે છે અને ભૂતપૂર્વ વડા પ્રધાનની પાર્ટી ભાજપ સાથે જાડાણ કરે તે પહેલાં તેમની સાથે નજીકથી કામ કર્યું હતું. “હું દેવેગૌડાજીને ૫૪ વર્ષથી વધુ સમયથી ઓળખું છું અને મેં તેમની સાથે ઘણું કામ કર્યું છે. પછી, મને ખબર નથી કે શું થયું… અમારી સાથે તે પ્રેમ, મોદી સાહેબ સાથે લગ્ન,” ખડગેએ સાથી સાંસદો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાસ્ય આપતા કહ્યું. ગૌડા ૧૯૯૬ માં કોંગ્રેસ સમર્થિત યુનાઇટેડ ફ્રન્ટ સરકારના વડા તરીકે વડા પ્રધાન બન્યા, જે કોંગ્રેસના જાડાણનો એક મહત્વપૂર્ણ તબક્કો હતો. કર્ણાટકમાં, તેમની પાર્ટી, જેડી(એસ), પાછળથી કોંગ્રેસ સાથે જાડાણમાં અને વિરોધમાં રહી.