૩૫ વર્ષ પછી દાઉદ ઇબ્રાહિમની કરોડો રૂપિયાની જમીનની હરાજી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની માલિકીની રત્નાગીરીમાં પૈતૃક જમીનને ખરીદદાર મળ્યો

કુખ્યાત ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની રત્નાગિરિમાં પૈતૃક જમીનોને આખરે ખરીદદાર મળી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ૫ માર્ચે હાથ ધરવામાં આવેલી હરાજીમાં મુંબઈના એક બોલી લગાવનાર વ્યક્તિએ ચારેય ખેતીની જમીન માટે સૌથી વધુ બોલી લગાવી હતી. આ હરાજી સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફિચર ઓફ પ્રોપર્ટી) એક્ટ હેઠળ કરવામાં આવી હતી, જેણે લાંબા સમયથી અટકેલી આ મિલકતોને વેચવાની પ્રક્રિયા આગળ ધપાવી છે. આ ચાર જમીનો રત્નાગિરિ જિલ્લાના ખેડ તાલુકાના મુમ્બકે ગામમાં આવેલી છે, જેને દાઉદ ઇબ્રાહિમનું પૈતૃક ગામ માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમાંની ઘણી જમીનો અગાઉ તેની માતા, અમીના બીના નામે નોંધાયેલી હતી.

દાઉદ ઇબ્રાહિમની જમીનની હરાજીમાં સૌથી વધુ બોલી લગાવનાર વ્યક્તિ મુંબઈનો હોવાનું કહેવાય છે, જાકે તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. નિયમો અનુસાર, તેણે એપ્રિલ ૨૦૨૬ ની શરૂઆતમાં સંપૂર્ણ રકમ જમા કરાવવી પડશે. ત્યારબાદ સંબંધિત અધિકારી પાસેથી અંતિમ મંજૂરી મેળવવામાં આવશે, અને ત્યારબાદ ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

રસપ્રદ વાત એ છે કે, આ જમીનો વેચવાના પ્રયાસો ઘણા વર્ષોથી ચાલી રહ્યા હતા, પરંતુ દર વખતે હરાજી નિષ્ફળ ગઈ. નવેમ્બર ૨૦૨૫ માં પણ, અનામત કિંમતમાં લગભગ ૩૦% ઘટાડો કરવા છતાં, કોઈ ખરીદદાર બહાર આવ્યો નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, દાઉદ ઇબ્રાહિમ અને ડી-કંપની સાથેના જાડાણને કારણે લોકો આ મિલકતોથી દૂર રહેતા હતા. વધુમાં, ગામમાં હોવાથી, ફક્ત કૃષિ ઉપયોગ માટેની પરિસ્થિતિઓ અને તાત્કાલિક નોંધપાત્ર નફાનો અભાવ પણ પરિબળો હતા.

ચાર પ્લોટમાંથી, સર્વે નંબર ૪૪૨ (ભાગ ૧૩- બી) સૌથી વધુ ચર્ચામાં હતો. તેની અનામત કિંમત લગભગ ૯.૪૧ લાખ હતી, પરંતુ હરાજીમાં તેના પર ૧૦ લાખથી વધુની બોલી લાગી. આ પ્લોટ માટે બે લોકોએ બોલી લગાવી હતી – એક મુંબઈથી અને બીજા રત્નાગિરિથી. બાકીના ત્રણ પ્લોટ (સર્વે નંબર ૫૩૩, ૪૫૩ અને ૬૧) માટે, ફક્ત એક જ બોલી લગાવનાર આગળ આવ્યો, જેણે બધી શરતો પૂરી કરી અને તે ખરીદી.

આ બધી જમીન કાસ્કર પરિવારની પૂર્વજાની મિલકતનો ભાગ હતી, જે ૧૯૯૦ ના દાયકામાં જપ્ત કરવામાં આવી હતી. બાદમાં તેમને એસએએફઇએમએ હેઠળ કેન્દ્ર સરકારે કબજે કરી લીધા હતા. આ કાર્યવાહી સંગઠિત ગુનાઓ, ખાસ કરીને ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટો સંબંધિત કેસોને પગલે કરવામાં આવી હતી.

૨૦૧૭, ૨૦૨૦, ૨૦૨૪ અને ૨૦૨૫માં આ મિલકતોની હરાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દરેક વખતે કાં તો કોઈ બોલી લગાવનાર સામે આવ્યો ન હતો અથવા પ્રક્રિયા છોડી દેવામાં આવી હતી. દિલ્હીના વકીલ અજય શ્રીવાસ્તવનું નામ પણ દાઉદ સાથે જાડાયેલી મિલકતોની હરાજી અંગે સમાચારમાં રહ્યું છે. તેમણે ૨૦૦૧માં મુંબઈના નાગપાડા વિસ્તારમાં બે યુનિટ ખરીદ્યા હતા, પરંતુ હજુ સુધી તેમનો કબજા મળ્યો નથી, અને કેસ બોમ્બે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

૨૦૨૦માં, તેમણે મુમ્બકે ગામમાં દાઉદનો પૈતૃક બંગલો પણ ખરીદ્યો અને ત્યાં ટ્રસ્ટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્્યો. ૨૦૨૪માં, તેમણે માત્ર૧૫,૪૪૦ ની અનામત કિંમત હોવા છતાં, એક નાના પ્લોટ (સર્વે નંબર ૬૧૭) માટે ૨.૦૧ કરોડની બોલી લગાવી. જાકે, પાછળથી ચુકવણી ન થવાને કારણે તે સોદો રદ કરવામાં આવ્યો.