મહીસાગર જીલ્લાના બાગાયતી ખેડૂતો માટે ખુશખબર : આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નવીન ૩ બાગાયતી યોજનાઓ હેઠળ અરજીઓ શરૂ

મહીસાગર જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૬-૨૭ માં બાગાયત ખાતાની મંજુર થયેલ નવી ત્રણ યોજનાઓનો રાજ્યના ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહતમ લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું નક્કી થયેલ છે.

નવીન ત્રણ બાગાયતી યોજનાઓ (ઘટકો):૧.બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ(તમામ જાતિના ખેડૂતો માટે) ૨.ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ મહીસાગર જીલ્લાના (તમામ જાતિના ખેડૂતો માટે) તથા ૩.રાઈઝોમેટીક (આદુ, હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ ( ફક્ત અનુસુચિત જાતિના ખેડૂતો માટે) હેઠળ જણાવવાનું કે, સરકારની આ નવીન બાબત તરીકે મંજૂર થયેલ યોજનાઓનોલાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ૨.૦(https://ikhedut.gujarat.gov.in) તા.૩૧.૧૦.૨૦૨૬ થી તા. ૧૫.૧૧.૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે.

નવીન આઈ ખેડૂત પોર્ટલ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી ક્ધફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જ‚રી સાધનિક કાગળો સહીત જીલ્લાની કચેરી (સરનામું નાયબ બાગાયત નિયામકનીકચેરી, બ્લોક નંબર-૧૪, પહેલો માળ, સરદાર પટેલ વિદ્યાલયની બાજુમાં, ચાર કોશિયા નાકા, મોડાસા રોડ, લુણાવાડા, જી. મહીસાગર, ફોન.નં. ૦૨૬૭૪-૨૫૦૪૨૫) ખાતે રજુ કરવાની રહેશે. જેની મહીસાગર જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોએ નોંધ લેવી.